ETV Bharat / bharat

કન્હૈયાલાલ હત્યા કેસમાં આરોપી જાવેદને જામીન, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આપ્યો ચુકાદો - Udaipur Kanhaiyalal Murder Case - UDAIPUR KANHAIYALAL MURDER CASE

રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેંચે ગુરુવારે એટલે કે આજ રોજ ઉદયપુરના પ્રખ્યાત કન્હૈયાલાલ હત્યા કેસમાં ધરપકડ કરાયેલ આરોપી મોહમ્મદ જાવેદને જામીન આપ્યા છે. જાણો. Udaipur Kanhaiyalal Murder Case

કન્હૈયાલાલ હત્યા કેસમાં આરોપી જાવેદને જામીન
કન્હૈયાલાલ હત્યા કેસમાં આરોપી જાવેદને જામીન (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 4:01 PM IST

જયપુરઃ રાજસ્થાન હાઈકોર્ટે ઉદયપુરના પ્રખ્યાત કન્હૈયાલાલ હત્યા કેસમાં આરોપી મોહમ્મદ જાવેદને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ પ્રવીર ભટનાગરની ડિવિઝન બેન્ચે આરોપીની જામીન અરજી સ્વીકારતા આ આદેશ આપ્યો હતો.

કયા મુદ્દા ઉમેરવામાં આવ્યા હતા અરજીમાં: અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NIAએ નક્કર પુરાવા વિના માત્ર કોલ ડિટેઈલના આધારે તેમની ધરપકડ કરી હતી, જ્યારે મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તે લાંબા સમયથી જેલમાં છે. આવી સ્થિતિમાં તેને જામીન પર છોડવો જોઈએ.

સરકારી વકીલની વિરોધ દલીલ શું કહે છે: વિરોધ કરતાં સરકારી વકીલે કહ્યું કે, આરોપી હત્યા કેસમાં સંડોવાયેલ છે. તેણે જ મુખ્ય આરોપીને કન્હૈયાલાલની દુકાનમાં હાજરી વિશે માહિતી આપી હતી. આવી સ્થિતિમાં તેને જામીન પર છોડી શકાય નહીં. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

શું છે સંપૂર્ણ ઘટના: ઉલ્લેખનીય છે કે, 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં કન્હૈયાલાલ ટેલરની હત્યા કરવામાં આવી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેસની તપાસ કરતી વખતે NIAએ રિયાઝ અટારી, ગૌસ મોહમ્મદ અને અન્ય લોકોની ધરપકડ કરી અને NIA કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. અગાઉ આરોપી ફરહાદ મોહમ્મદને પણ જામીન મળી ચૂકી છે, જ્યારે પાકિસ્તાન નિવાસી આરોપી સલમાન અને અબુ ઈબ્રાહિમ આ કેસમાં ફરાર છે.

આ પણ વાંચો:

  1. પોરબંદર નજીક કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ : બે શહીદ જવાનના મૃતદેહ મળ્યા, એક હજુ લાપતા - Porbandar helicopter crash
  2. લાઈવ શું કેજરીવાલને મળશે જામીન ? CBIએ દિલ્હી એક્સાઇઝ કૌભાંડ મામલે કરેલા કેસમાં આજે સુપ્રીમમાં સુનાવણી - arvind kejriwals bail

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.