ETV Bharat / bharat

કર્ણાટકમાં મહિલાઓનું યૌન શોષણ કરનાર ભાજપનો પાર્ટનર, તેજસ્વી યાદવ ભાજપ પર નિશાન સાધ્યું - LOK SABHA ELECTION 2024 - LOK SABHA ELECTION 2024

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને RJD નેતા તેજસ્વી યાદવે કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલ વિવાદ પર NDA પર પ્રહારો કર્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે, અઢી હજારથી વધુ બહેનોનું શોષણ કરનાર ભાજપનો સાથી છે.

તેજસ્વી યાદવ ભાજપ પર નિશાન સાધ્યું
તેજસ્વી યાદવ ભાજપ પર નિશાન સાધ્યું
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 5:08 PM IST

તેજસ્વી યાદવે કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્ના કાંડ વિવાદ પર ભાજપ પર પ્રહારો કર્યા

બિહાર : મહાગઠબંધનના સ્ટાર પ્રચારક તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જે રીતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્ટેજ પરથી પૂછી રહ્યા છે કે ઈન્ડી એલાયન્સમાં વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે હવે હાર સ્વીકારી લીધી છે. તેજસ્વી યાદવે કર્ણાટકમાં JDS સાંસદ દ્વારા યૌન શોષણ કેસને લઈને પણ ભાજપ પર સવાલ ઉઠાવ્યા હતા.

ભાજપ પર નિશાન સાધ્યું : તેજસ્વી યાદવે કહ્યું કે, હવે ભાજપના મોટા નેતાઓ તેમની ચૂંટણી સભામાં સવાલ પૂછી રહ્યા છે કે INDI એલાયન્સ તરફથી કોણ-કોણ પીએમ બનશે. આનો અર્થ હવે સ્પષ્ટ છે કે 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે.

"કર્ણાટકમાં અઢી હજાર બહેનોનું શોષણ થયું, કોણ કરી રહ્યું છે ? તેમના જ સાથી. જાણવા મળ્યું છે કે ભાઈ ફરાર થઈને જર્મની જતાં રહ્યા. આ પહેલા મહિલા કુસ્તીબાજોનું શોષણ થયું, વડાપ્રધાન ચૂપ રહ્યા અને આપણી અઢી હજાર બહેનોનું શોષણ થયું, વડાપ્રધાન ચૂપ રહ્યા. મણિપુરમાં બહેન સાથે જે થયું તેના પર વડાપ્રધાન ચૂપ છે." -- તેજસ્વી યાદવ (RJD નેતા)

ભાજપ પર આકરા પ્રહાર : તેજસ્વી યાદવે કર્ણાટકમાં JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયો પર પણ ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે, કર્ણાટકમાં અઢી હજાર બહેનોનું શોષણ થયું અને આવું કરનાર કોણ છે, ભાજપના સાથી છે.

ભાજપ પર ગંભીર આક્ષેપ : તેજસ્વી યાદવે કહ્યું, બેટી બચાવો, બેટી પઢાઓનો નારો આપનાર વડાપ્રધાન બે-ત્રણ દિવસ પહેલા આવા લોકો માટે પ્રચાર કરી રહ્યા હતા. વડાપ્રધાન અને અમિત શાહ આ મામલે કેમ નિવેદન નથી આપતા ? તેઓ કેમ કાર્યવાહી નથી કરતા ? આ બળાત્કારીઓને બચાવો, બળાત્કારીઓને ભગાડોનું નારો બની ગયો છે.

  1. 26 એપ્રિલે મતદાનના દિવસે પીએમ મોદી બિહારની મુલાકાતે, તેજસ્વી યાદવે X પર પુછ્યા સવાલ
  2. લાલુના બાળકો અંગે નિતીશના નિવેદનનો વિવાદ, તેજસ્વી યાદવે પીએમ મોદીના ભાઈબહેનની સંખ્યા ગણાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.