મુંબઈ: મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ ભાગદોડ અને ધક્કા મુક્કી થતા 9 લોકો ઘાયલ થયાં છે. જેમાંથી 2ની હાલત ગંભીર બતાવાઈ રહી છે.
બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેન આવતાની સાથે જ અચાનક નાસભાગ મચી ગઈ હતી. સ્ટેશન પર હાજર રેલવે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે. BMC અનુસાર, બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર ભીડને કારણે મચેલી નાસભાગમાં મચી હતી. આ નાસભાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં જૂતાં અને ચપ્પલ વેરવિખેર પડેલા દ્રશ્યો પણ જોવા મળ્યા.
STORY | 9 persons injured in stampede at Mumbai's Bandra railway station
— Press Trust of India (@PTI_News) October 27, 2024
READ: https://t.co/sdZpmGELdk
VIDEO:
(Source: Third Party) pic.twitter.com/LIBuwJkniS
બાંદ્રા ટર્મિનસ નાસભાગની ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ને દાખલ કરવામાં આવ્યા હતા, 3 ઘાયલોને રજા આપવામાં આવી છે અને 2 ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે KEM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા: ડૉ સુશીલ, બાંદ્રા ભાભા હોસ્પિટલના સીએમઓ
મુસાફરોથી ખીચોખીચ જનરલ કોચના આ દ્રશ્યો ન માત્ર મુંબઈ શહેરના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યાં છે, પરંતુ લગભગ ટ્રેનોમાં આજ પ્રકારની ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જે મુસાફરોને સીટ મળી જાય છે તેમની સફર થોડી સરળ બની જાય છે,પુરંતુ જે લોકોને બેસવાની જગ્યા પણ નથી મળતી તેવા મુસાફરોને ટ્રેનમાં ઉભા ઉભા જ પોતાની મુસાફરી કરવી પડે છે. ત્યારે મુંબઈના બાંદ્રા ટર્મિનલ પર ભાગદોડ થઈ અને 9 લોકો ઘાયલ થયાાની ઘટનામાં જાણવા મળ્યું છે કે, બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ખુબ ભીડ હતી. એમા પણ દિવાળીના પર્વને લઈને મુસાફરોની સંખ્યા વધવી સ્વાભાવિક છે.
#UPDATE बांद्रा टर्मिनस भगदड़ मामले में कुल 10 लोग घायल हुए, जिनमें से 5 को भर्ती कराया गया, 3 घायलों को छुट्टी दे दी गई और 2 गंभीर रूप से घायलों को आगे के इलाज के लिए KEM अस्पताल में स्थानांतरित कर दिया गया: डॉ सुशील, CMO बांद्रा भाभा अस्पताल https://t.co/jqUpGlsk1j
— ANI_HindiNews (@AHindinews) October 27, 2024
આ ઘટનાને લઈને રેલવે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થયાં છે. લોકોનું કહેવું છે ન માત્ર દિવાળીનો તહેવાર પરંતુ હંમેશા જનરલ કોચમાં આ પ્રકારની જ ભીડ જોવા મળે છે.
નવી દિલ્હી જતાં એક મુસાફરે જણાવ્યું હતું કે, જનરલ કોચમાં મુસાફરી કરવી ખુબ જ મુશ્કેલી બની ગઈ છે. સરકારને અપીલ કરવા માંગીશ કે કા તો જનરલ કોચની સંખ્યા વધારો નહીંતર જનરલ કોચ જ કાઢી નાખો. - મોહમ્મદ જાવેદ, મુસાફર
હું મુંબઈથી મથુરા જઈ રહ્યો છું, ભીડ એટલી છે કે, બેસવાની તો ઠીક પરંતુ ઉભવાની પણ જગ્યા નથી મળી રહી, કોચમાં પંખા પણ કામ કરતા નથી. આવામાં સરકારે ગાડીઓની સંખ્યા વધારવી જોઈએ અને કોચની સંખ્યા પણ વધારવી જોઈએ. ભૂદેવ, મુસાફર
પબ્લિક વધારે છે અને જનરલ કોચ એક જ છે,તેથી ભીડ તો રહેવાની જ છે અને દૂર્ઘટના તો થશે જ. ચાર કોચના મુસાફરો એક કોચમાં ભરાશે તો દૂર્ઘટના તો થવાની જ છે, ભાગદોડ થવાની જ છે અને લોકો મરવાના જ છે. લોકેશ કુમાર, મુસાફર
તહેવારને કારણે આ દિવસોમાં લગભગ તમામ લાંબા અંતરની ટ્રેનોમાં ભીડ જોવા મળી રહી છે. જો સાવધાની ન રાખી તો ભીડ ભારે પણ પડી શકે છે. તેથી તંત્ર પર દોષનો ટોપલો ઢોળીએ એ પહેલાં આપણી સુરક્ષા આપણા હાથોમાં એ વાતને અનુસરીને સાવધાની સાથે સલામતી પુર્વક પ્રવાસ કરવો અનિવાર્ય બની જાય છે.