નવી દિલ્હી: મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમંગના સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ પ્રારંભિક વલણોમાં બહુમતી કરતાં વધુ બેઠકો જીતી છે. 19 એપ્રિલે એક જ તબક્કામાં યોજાયેલી ચૂંટણી બાદ સિક્કિમની 32 વિધાનસભા બેઠકો માટે મતગણતરી હજુ ચાલુ છે.
કોણ છે પ્રેમસિંહ તમંગ: આ જીત સાથે પ્રેમસિંહ તમંગ બીજી વખત મુખ્યમંત્રી બનશે. 56 વર્ષીય તમંગ 2019થી સિક્કિમના છઠ્ઠા અને વર્તમાન સીએમ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 2019થી સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સ્થાપક અને નેતા છે. પ્રેમ સિંહ તમંગ, પીએસ ગોલે તરીકે જાણીતા છે, તેમણે SDF નેતા પવન કુમાર ચામલિંગના ટીકાકાર બન્યા પછી 4 ફેબ્રુઆરી, 2013ના રોજ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ની સ્થાપના કરી હતી.
કારકિર્દીની શરુઆત સરકારી કર્મચારી તરીકે શરૂ કરી : પ્રેમસિંહ તમંગ જે પી એસ ગોલે તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ 10 ફેબ્રુઆરી 1968ના રોજ પશ્ચિમ સિક્કિમના સોરેંગમાં થયો હતો. તેમણે તેમની કારકિર્દી એક સરકારી કર્મચારી તરીકે શરૂ કરી. અને બાદમાં રાજકારણમાં જોડાયા. 1993માં, તેમણે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) રાજકીય પક્ષની સ્થાપના કરી. તમંગ 1994માં અને ફરીથી 2019માં ઘણી વખત સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા છે.
તમંગ પશ્ચિમ સિક્કિમના છે અને 1990ના દાયકાની શરૂઆતથી સિક્કિમના રાજકીય દ્રશ્યમાં સક્રિય છે. 1993માં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)માં જોડાયા પછી, તેમણે 1994ની સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં ચકુંગ મતવિસ્તારમાંથી જીત મેળવી અને 1999 સુધી પશુપાલન, ધાર્મિક અને ઉદ્યોગ વિભાગના મંત્રી તરીકે સેવા આપી.
26 વર્ષની ઉંમરે વિધાનસભામાં ચૂંટાયા: તેમણે SDFના પવન ચામલિંગ સામે જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. પવન ચામલિંગ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી રહ્યા હતા. જેમણે 24 વર્ષથી વધુ સમયથી સતત પાંચ સત્ર સુધી સેવા આપી છે. તેમણે પોતાની વ્યાવસાયિક સફર શાળાના શિક્ષક તરીકે શરૂ કરી હતી. માત્ર 26 વર્ષની ઉંમરે, તેઓ 1994માં એસડીએફના ઉમેદવાર તરીકે વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમણે 2009 સુધી સતત ત્રણ ટર્મ માટે વિવિધ મંત્રાલયોમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
ગાય વિતરણ કૌભાંડ: 2017 માં, તેમને ગાય વિતરણ યોજના સંબંધિત સરકારી ભંડોળમાં રૂ. 9.5 લાખની ઉચાપત કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ કૌભાંડ 1994 થી 1999 દરમિયાન થયું હતું, જ્યારે તેઓ પશુપાલન મંત્રી હતા. તે 10 ઓગસ્ટ 2018ના રોજ જેલમાંથી મુક્ત થયા હતા.