ETV Bharat / bharat

શુભમન ગિલે IPLમાં 3000 રન પૂરા કર્યા અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો - SHUBMAN GILL - SHUBMAN GILL

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

SHUBMAN GILL
SHUBMAN GILL
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 12:17 PM IST

નવી દિલ્હી: IPL 2024 ની મેચ ગયા બુધવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં શુભમન ગિલનું બેટ જોરદાર ગર્જના કરતું હતું અને તેણે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ગિલે અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ સાથે શુભમન ગિલે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પોતાના 3000 રન પૂરા કરી લીધા છે.

શુભમન ગિલે 300 રન પૂરા કર્યા: આ મેચમાં શુભમન ગિલે 27 રન બનાવ્યા કે તરત જ તેણે તેના 3000 IPL રન પૂરા કર્યા. આ સાથે ગિલ IPLમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તે સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે ગિલ સૌથી નાની ઉંમરમાં 3000 રન પૂરા કરનાર પ્રથમ IPL ખેલાડી બની ગયો છે. ગિલે 24 વર્ષ અને 215 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

ગિલે વિરાટ કોહલીને પાછળ છોડી દિધો: વિરાટ કોહલીએ 26 વર્ષ અને 186 દિવસમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આવી સ્થિતિમાં ગિલે કોહલીનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલે રાજસ્થાન સામે 44 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 72 રનની ઇનિંગ રમી હતી. યુઝવેન્દ્ર ચહલે ગિલની વિકેટ પાછળ સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગિલે અત્યાર સુધીમાં 97 મેચની 94 ઇનિંગ્સમાં 3054 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 20 અડધી સદી પણ ફટકારી છે. તેની એવરેજ 38.2 અને સ્ટ્રાઈક રેટ 134.7 છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 129 રહ્યો છે.

ગિલની આ ઇનિંગના કારણે ગુજરાતની ટીમ રાજસ્થાન સામે 3 વિકેટથી જીતી ગઇ હતી. અને ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2024માં રાજસ્થાન રોયલ્સને પ્રથમ દાવમાં હરાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અત્યાર સુધી કોઈ પણ ટીમ રાજસ્થાનને હરાવી શકી નથી. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે અને ગુજરાતની ત્રીજી જીત છે.

  1. આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો, મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે - RR Vs GT
  2. આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે - PBKS vs SRH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.