નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે સોમવારે ભૂતપૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઇંદ્રાણી મુખર્જીની અરજી પર CBI પાસે જવાબ માંગ્યો છે. ઇન્દ્રાણી મુખર્જીએ મુંબઇ હાઇકોર્ટના તે આદેશ સામે અરજી દાખલ કરી છે. જેમાં તેને વિદેશ યાત્રા પર મનાઇ ફરમાવવામાં આવી છે. ઇન્દ્રાણી પર તેની દીકરી શીના બોરાની હત્યાનો આરોપ છે.
આ મામલો જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ આવ્યો. આ મામલે બેન્ચે CBIએ નોટિસ પાઠવી છે અને હાઇકોર્ટના આદેશ સામે મુખર્જી દ્વારા દાખલ અરજી પર જવાબ માંગ્યો છે.
સુપ્રિમ કોર્ટમાં વિદેશ યાત્રા પર પ્રતિબંધનો મામલો સામે આવ્યો છે. જ્યારે એક સ્પેશિયલ કોર્ટે 19 જુલાઇએ આગળના 3 મહિનામાં 10 દિવસ માટે સ્પેન અને બ્રિટનની યાત્રા કરવા પર મુખર્જીની વિનંતી સ્વીકારી લીધી હતી.
CBI સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારવા માટે હાઇકોર્ટ તરફ વળ્યું હતું. આ પર હાઇકોર્ટે 27 સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ કોર્ટના આદેશને રદ કરી દીધો હતો. ઇન્દ્રાણી મુખર્જીએ વકીલ સના રઇસ ખાનના માધ્યમથી હાઇકોર્ટના આ આદેશને પડકારી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તા એક બ્રિટિશ નાગરિક છે. કેમ કે, તેમને "જરૂરી ફેરફારો અને સુધારા કરવા અને બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સ્પેન અને પોતાના દેશની યાત્રા કરવાની મંજૂરી માગી હતી, જેને તેમની વ્યક્તિગત ઉપસ્થિતિ વગર પૂર્ણ થઇ શકતું નથી.
અરજદારે દલીલ કરી કે, સ્પેનમાં તમામ પ્રાસંગિક કામો અને વહીવટ માટે ડિજિટલ પ્રમાણપત્રનું સક્રિય થવું ખૂબ જ જરુરી છે અને તેની ભૌતિક હાજરી અનિવાર્ય છે. શીના બોરાની હત્યાનો મામલો સામે આવ્યા બાદ ઇન્દ્રાણી મુખર્જીની ઓગસ્ટ 2015માં ધરપકડ કરવામાં આવી હતી. મેં 2022માં સુપ્રિમ કોર્ટે ઇન્દ્રાણીને જામીન આપ્યા હતા. તેણે તમામ આરોપોને નકાર્યા છે.
એપ્રિલ 2012માં મુંબઇમાં ઇન્દ્રાણી મુખર્જીએ તેના પૂર્વ ડ્રાઇવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાએ કથિત રીતે એક કારમાં શીના બોરા (ઉં.24)નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, કાર્યવાહી પક્ષ મુજબ તેના શરીરને રાયગઢ જિલ્લાના એક જંગલમાં સળગાવી નાખવામાં આવ્યું હતું. શીના બોરા એ ઇન્દ્રાણી મુખર્જીના પૂર્વ પતિથી થયેલી દીકરી હતી.
આ પણ વાંચો: