Shashi Tharoor: આગામી લોકસભા ચૂંટણી મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છેઃ શશિ થરૂરનવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના આરોપમાં બુધવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા શિવકુમાર નામના આ વ્યક્તિને કોંગ્રેસના નેતા શશિ થરૂરના આસિસ્ટન્ટ ગણાવાઈ રહ્યાં હતા. આ મામલે હવે ઘણી માહિતી સામે આવી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 29 મેના રોજ દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી એકની ઓળખ શિવકુમાર પ્રસાદ તરીકે કરવામાં આવી છે, જે કોંગ્રેસ નેતા શશિ થરૂરના પીએ હોવાનો દાવો કરતા હતાં તેમના કબજામાંથી કુલ 500 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, શિવ કુમાર તેના એક પરિચિત પાસેથી વિદેશથી લાવેલું સોનું હેન્ડઓવર લઈ રહ્યો હતો. શિવકુમાર દાસની કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી છે.
આ અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે ''હું મારા સ્ટાફના એક પૂર્વ સભ્ય સાથે જોડાયેલી ઘટના વિશે સાંભળીને અચંબિત છું, જે હવાઈ મથકની સુવિધા વ્યવસ્થા માટે મને અંશકાલિક સેવા પ્રદાન કરી રહ્યો હતો. તે 72 વર્ષના એક નિવૃત વ્યક્તિ છે જે સતત ડાયાલિસિસ માંથી પસાર થઈ રહ્યા છે અને તેમને પાર્ટ ટાઈમ માટે રાખવામાં આવ્યા છે. આ અંગેની જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી કરવા માટે અધિકારીઓના પ્રયાસમાં હું તેમનું સમર્થન કરૂ છું અને કાયદાને પોતાનું કામ કરવું જોઈએ''.
હાલમાં આ સમગ્ર મામલે ઘણી માહિતી બહાર આવવાની બાકી છે. કસ્ટમ વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.