ETV Bharat / bharat

ઈજાગ્રસ્ત સીમા હૈદરનો નવો વીડિયો સામે આવ્યો, વકીલે કહ્યું પાકિસ્તાનમાં AIથી બન્યો - New Video Of Seema Haider - NEW VIDEO OF SEEMA HAIDER

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને માર મારવામાં આવ્યો હતો અને તેને ખરાબ રીતે ઘાયલ કરવામાં આવી હતી. આ પ્રકારના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો...

ઈજાગ્રસ્ત સીમા હૈદરનો નવો વિડીયો સામે આવ્યો, વકીલે કહ્યું પાકિસ્તાનમાં એઆઈથી બન્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 5:40 PM IST

નવી દિલ્હી/ગ્રેટર નોઈડા : પાકિસ્તાનની સીમા હૈદરનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સીમા ઘાયલ જોવા મળી રહી છે. વીડિયોમાં તે તેના ચહેરા અને હાથ પર ઈજાના નિશાન દેખાડી રહી છે. સચિન અને સીમા વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગ્રેટર નોઈડામાં સાથે રહે છે : પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમા હૈદરની PUBG ગેમ દરમિયાન ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીના સાથે પરિચય થયો હતો. બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. આ પછી સીમા તેના ત્રણ બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી અને ગ્રેટર નોઈડા આવી. રબુપુરામાં સચિન મીનાના ઘરે પહોંચી ગઇ હતી. આ મામલાની માહિતી મળતાં પોલીસે સીમા, સચિન અને સચિનના પિતા નેત્રપાલની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધાં હતાં. જ્યાંથી કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ ગ્રેટર નોઈડામાં સાથે રહે છે.

પાકિસ્તાનમાં AIથી બનાવાયો વિડીયો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સીમા હૈદરના વીડિયોમાં તેના શરીર પર જખમ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સીમા રડતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે સીમા હૈદરના વકીલ એપી સિંહનું કહેવું છે કે આ એક નકલી વીડિયો છે જે પાકિસ્તાનમાં AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આને સીમા સાથે કોઈ લેવાદેવા નથી.

બદનામ કરવાનો પ્રયાસ : સીમા હૈદરના વકીલ એપી સિંહનું કહેવું છે કે આજે સીમાનો એક વીડિયો સોશિયલ મીડિયા અને ચેનલ્સ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ઉત્સાહથી જોઈ રહ્યા છે. આ તમામ વીડિયો નકલી છે. આ સમાચાર ભ્રામક છે. એપી સિંહનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર જે રીતે આ વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે તેમાં કેટલીક પાકિસ્તાની ચેનલ્સ અને યુટ્યુબર્સનો હાથ છે. સીમા અને સચિન વચ્ચે કોઈ લડાઈ થઈ નથી. તેમની વચ્ચે અપાર પ્રેમ છે અને લડાઈની કોઈ શક્યતા નથી. આ વીડિયો દ્વારા સચિન અને સીમા હૈદરના સંબંધોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  1. Seema Haider Case : ધરપકડ કરાયેલા આતંકવાદીએ સીમા હૈદરને લઇને કર્યો મોટો ખુલાસો, હવે મુશ્કેલીમાં થશે વધારો
  2. Bangladeshi Woman Reached Noida: સીમા હૈદર બાદ હવે બાંગ્લાદેશી મહિલા પોતાના પતિની શોધમાં એક વર્ષના બાળક સાથે નોઈડા પહોંચી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.