ETV Bharat / bharat

SC Seeks Central Govt Reply: રાજ્યોને ઉધાર આપવા મુદ્દે મર્યાદા નક્કી કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો - કેરળ સરકા

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારો માટે ઉધારી મર્યાદા નક્કી કરવા મુદ્દે જવાબ માંગ્યો છે. કેરળ સરકારનું કહેવું છે કે રાજ્યમાં નાણાંની અછત છે અને ઉધાર લેવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેનાથી કેરળ રાજ્યના અનુશાસન પર અસર થઈ રહી છે. SC Seeks Central Govt Reply State Govt 13 February Keral State Borrowing

રાજ્યોને ઉધાર આપવા મુદ્દે  સુપ્રીમે  કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 10:05 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કેરળ સરકાર દ્વારા કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં ઉધારી મર્યાદા નક્કી કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે. કેરળ સરકાર દ્વારા કરવામાં આવેલ અરજીમાં ઉધારી પર મર્યાદા લાદવાથી રાજ્યના વિશેષ, સ્વાયત્ત અને પૂર્ણ શક્તિઓમાં હસ્તક્ષેપ થઈ રહ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથની બેન્ચે કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા એટોર્ની જનરલ આર. વેંકટરમણીને કહ્યું કે, કેન્દ્ર સરકાર ઉધારી મર્યાદા મુદ્દે જવાબ આપવાની સાથે આસન્ન વિત્તીય સંકટ રોકવા માટે પણ તત્કાળ આદેશ માટે રાજ્ય સરકારે જે આવેદન આપ્યું છે તેનો પણ જવાબ આપે.

કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતા એટોર્ની જનરલે જણાવ્યું કે, આ મામલામાં કેસ કેવી રીતે દાખલ થઈ શકે છે જ્યારે કે સમગ્ર મામલો રાજ્યની આર્થિક નીતિના વિષયક છે. રાજ્ય સરકાર આર્થિક મોરચે વિફળ રહી છે તેથી તે અરજી કરીને આ હકીકત છુપાવી રહી છે.

કેરળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, રાજ્યને નાણાંની તત્કાળ જરુર છે અને ઉધાર લેવા મુદ્દે મર્યાદા લગાડાઈ છે જેથી રાજ્યના અનુશાસન પર અસર પડી રહી છે.

બંને પક્ષોના વકીલોને સાંભળ્યા બાદ સંયુક્ત બેન્ચે એટોર્ની જનરલને કહ્યું કે, કેન્દ્ર સરકાર આ કેસમાં પોતાનો જવાબ રજૂ કરે તે વધુ હિતાવહ છે. આ મામલે આગામી સુનાવણી 13મી ફેબ્રુઆરીએ થશે.

  1. Supreme Court : પુત્રના પાસપોર્ટને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ, સુપ્રીમ કોર્ટમાં ચાલી સુનાવણી
  2. Supreme Court: કયા અધિકાર હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો?-સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.