હૈદરાબાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJI DY ચંદ્રચુડના નિવાસસ્થાને ગણપતિ પૂજન કર્યું હતું. જે બાદ શિવસેનાના નેતા સંજય રાઉત ભડક્યા હતા. તેમણે શિવસેના સંબંધિત મામલામાંથી અલગ થવા વિનંતી કરવા સાથે જ દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને લઈને મોટું નિવેદન આપ્યું છે.
Prime Minister Narendra Modi attended Ganpati Poojan at the residence of Chief Justice of India DY Chandrachud, in Delhi. pic.twitter.com/HcFEd2dVXF
— ANI (@ANI) September 11, 2024
CJI ના ઘરે PM : વડાપ્રધાન મોદી ગણપતિ પૂજા માટે CJI DY ચંદ્રચુડના નિવાસસ્થાને મુલાકાત લેવાના સંદર્ભમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, 'ગણેશોત્સવ ચાલી રહ્યો છે, લોકો એકબીજાના ઘરે જાય છે. વડાપ્રધાને અત્યાર સુધીમાં કેટલા ઘરોની મુલાકાત લીધી છે તેની મને જાણ નથી, પરંતુ વડાપ્રધાન ચીફ જસ્ટિસના ઘરે ગયા અને તેમણે એક સાથે આરતી કરી હતી.
#WATCH | PM Narendra Modi attended the Ganesh Puja celebrations at the residence of Chief Justice of India DY Chandrachud, in Delhi. pic.twitter.com/VqHsuobqh6
— ANI (@ANI) September 11, 2024
સંજય રાઉતનું મોટું નિવેદન : સંજય રાઉતે કહ્યું કે, જો બંધારણના રક્ષક રાજકારણીઓને મળે તો લોકોના મનમાં શંકા પેદા થઈ શકે છે. મહારાષ્ટ્ર સંબંધિત કેસની સુનાવણી CJI ચંદ્રચુડ સમક્ષ ચાલી રહી છે. મને ન્યાય મળશે કે કેમ તે અંગે થોડી દ્વિધા છે, કારણ કે આ કેસમાં વડાપ્રધાન અન્ય પક્ષ છે, એટલે કે અમારા કેસમાં બીજો પક્ષ કેન્દ્ર સરકાર છે. મુખ્ય ન્યાયાધીશે પોતાને આ કેસથી દૂર રાખવા જોઈએ, કારણ કે આ કેસમાં અન્ય પક્ષ સાથેના તેમના સંબંધો ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે.
#WATCH | On PM Modi visiting CJI DY Chandrachud's residence for Ganpati Poojan, Shiv Sena (UBT) leader Sanjay Raut says, " ganpathi festival is going on, people visit each other's houses. i don't have info regarding how many houses pm visited so far...but pm went to cji's house… pic.twitter.com/AVp26wl7Yz
— ANI (@ANI) September 12, 2024
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે, શું આવી સ્થિતિમાં CJI અમને ન્યાય અપાવી શકશે ? તારીખ પછી તારીખ મળી રહી છે અને ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે. શિવસેના અને NCP આ રીતે તૂટી પડ્યા છે. અમને ન્યાય નથી મળી રહ્યો અને PM મોદી તેમને બચાવવા માટે મહારાષ્ટ્રની ગેરકાયદેસર સરકારમાં રસ લઈ રહ્યા છે. જે CJI અમને ન્યાય આપવાના છે, તેમની સાથે વડાપ્રધાનનો એવો સંબંધ છે, જેથી મહારાષ્ટ્રના મનમાં શંકા જન્મી છે.
My statement on the PM visiting the CJI for Ganesh puja at his residence pic.twitter.com/kcqCfNsfGz
— Prashant Bhushan (@pbhushan1) September 12, 2024
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ઉઠાવ્યા સવાલ : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે CJI ના ઘરે ખાનગી કાર્યક્રમમાં અને ખાસ કરીને કોઈપણ ધાર્મિક વિધિમાં હાજરી આપવી અયોગ્ય છે. PM મોદી અને CJI ચંદ્રચુડ એકસાથે કોઈપણ ધાર્મિક વિધિ કરે છે તે પણ વધુ અયોગ્ય છે. કારણ કે સર્વોચ્ચ અદાલત બિનસાંપ્રદાયિકતાનું રક્ષણ કરે છે. તેથી મારા મતે આ ન્યાયાધીશોની આચાર સંહિતાનું ઉલ્લંઘન દર્શાવે છે. આ ન્યાયતંત્ર માટે સારો સંકેત નથી. PM મોદીની CJI ચંદ્રચુડના નિવાસસ્થાને મુલાકાત હેરાન કરનારી છે.