ETV Bharat / bharat

બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ કાર, એક જ પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો - Horrific road accident in Bikaner

રાજસ્થાનના બીકાનેરમાં ગુરુવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બિકાનેરના મહાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા હાઈવે પર થયો હતો.Horrific road accident in Bikaner

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 7:59 AM IST

બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ કાર
બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ કાર (Etv Bharat)

બિકાનેર: ગુરુવારે રાત્રે બીકાનેરના મહાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, પુરપાટ ઝડપે આવતી એક કાર ભારતમાલા હાઇવે પર પાર્ક કરેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળ્યું ગયો હતો.

સ્પીડ બની અકસ્માતનું કારણઃ વાસ્તવમાં, રોડ કિનારે એક ટ્ર્ક પાર્ક કરેલી હતી અને પુરપાટ વેગે આવતી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી, કારની સ્પીડ વધુ હોવાનું જણાઈ રહ્યું છે. કારની વધુ સ્પીડના કારણે કાર ચાલક સમયસર તેની સ્પીડ પર કાબૂ ન રાખી શક્યો અને ટ્રક પાછળ અથડાયા બાદ કારમાં બેઠેલા બે લોકો કારમાંથી ઉછળની બહાર ફેંકાઈ ગયા હતાં. જ્યારે બાકીના ચાર લોકો કારમાં જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આગળના ભાગેથી કારનો બુકડો બોલી ગયો હતો. ઘટનાસ્થળે પોલીસે લોકોની મદદથી કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મૃતકો એક જ પરિવારના: મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો હરિયાણાના ડબવાલીના હતા અને તમામ એક જ પરિવારના સભ્યો હતા. મૃત્યુ પામેલાઓમાં માતા-પુત્રી, પુત્ર-પિતા અને પત્નીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ એક છોકરીને પીલીબંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો.

બિહારના અરરિયામાં મોહરમ દરમિયાન મોટી દુર્ઘટના, વીજ શોક લાગવાથી 20 લોકો દાઝી ગયા. - Electric Shock In Araria

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.