ETV Bharat / bharat

મીરા કપૂરની સ્કીનકેર બ્રાન્ડ અકાઈન્ડને જિયો વર્લ્ડ ડ્રાઈવમાં ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં લોન્ચ કરાઈ - Reliance Retail - RELIANCE RETAIL

રિલાયન્સ રિટેલના બ્યૂટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ 'અકાઇન્ડ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઈન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. Reliance Retail Tira expands its Own Brands portfolio with Akind Meera Kapoor Isha Ambani

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 5:07 PM IST

મુંબઈઃ રિલાયન્સ રિટેલના બ્યૂટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ 'અકાઇન્ડ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઈન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

અકાઈન્ડને લોન્ચ કરવા રિલાયન્સ ઉત્સાહીઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ લોન્ચ સંદર્ભે જણાવ્યું હતું કે, અમે પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં ટીરાની પ્રથમ સ્કિનકેર બ્રાન્ડ અકાઇન્ડને રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ રજૂઆત ટીરાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમ જેમ અમે વિસ્તરણ અને વિકાસ કરવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ અમે એ વાતની ખાતરી કરીએ છીએ કે અમારી દરેક રજૂઆત અમારા ગ્રાહકના સૌંદર્ય અનુભવને વધારે અને એ સાથે અમે નવીનતા અને શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ રહીએ.

અકાઈન્ડના સહ સ્થાપક મીરા કપૂરઃ મીરા કપૂરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, બહુ થોડા સમય પહેલા મને સમજાયું કે મારી ત્વચાસંભાળની સફર ખરેખર ત્યારે શરૂ થઈ જ્યારે મેં મારી ત્વચાને સાંભળવાનું શરૂ કર્યું. અકાઇન્ડની રેન્જને કાળજી, અજમાયશ અને ભૂલોમાંથી શીખીને ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવી છે અને તેના માટે ઉચ્ચ-અસરકારકતા ધરાવતાં ઘટકોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યા છે જે ચોક્કસ સમસ્યાઓ માટે લક્ષ્યાંકિત ઉકેલો તરીકે કાર્ય કરે છે, આ વિઝનને જીવંત બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી બ્યૂટી બ્રાન્ડના અલ્ટીમેટ ડેસ્ટિનેશન એવી ટીરાથી વિશેષ રસ્તો બીજો કયો હોઈ શકે. અકાઇન્ડ સાથે હું એગ્નોસ્ટિક, બેરિયર ફોકસ્ડ, હાઇ પર્ફોર્મન્સ અને પ્રાઇસ કોન્શિયસ સ્કીનકેરનો આનંદ શેર કરવા માંગુ છું જે વ્યક્તિની ત્વચાના શ્રેષ્ઠ સ્વરૂપને મેળવવામાં મદદ કરે છે.

  1. રિલાયન્સ રિટેલ ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ માટે મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિને સ્થાપિત કરશે - Reliance Retail ASOS
  2. આઇ.સી.ટી દિવસ પ્રસંગે ઈશા અંબાણી પોતાના ભાષણમાં કોમ્યુનિકેશન,સ્ત્રી પ્રતિનિધિત્વ,જાતિગત ભેદભાવ વિશે વાત કરી - ISHA M AMBANI SPEECH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.