ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ આપી ગેંરટી, કહ્યું - 'એવા પગલાં લેવાશે કે ફરી કોઈની હિંમત નહીં થાય' - Rahul Gandhi Slams ED CBI And BJP - RAHUL GANDHI SLAMS ED CBI AND BJP

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે ED અને CBIને પણ સલાહ આપી છે. રાહુલે કહ્યું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને તોડી પાડનારાઓ સામે ચોક્કસ પગલાં લેવાશે..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 10:13 AM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ED અને CBIને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે એક જૂનો વીડિયો જાહેર કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે 'જો CBI અને EDએ યોગ્ય રીતે કામ કર્યું હોત તો આ બધું ન થાત.'

રાહુલે કહ્યું કે 'ED અને CBIએ વિચારવું જોઇએ કે તેઓ જે પણ કરી રહ્યાં છે, એક દિવસ ભાજપની સરકાર બદલાશે, અને પછી કાર્યવાહી કરવામાં આવશે. એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે ફરી ક્યારેય નહીં થાય. તેમણે કહ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે, ત્યારે લોકતંત્રને તોડી પાડનારાઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે'! અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત ના થાય. આ મારી ગેરંટી છે.

નોંધનીય છે કે અગાઉ, 'મહિલા ન્યાય' ગેરંટીનો ઉલ્લેખ કરતા રાહુલે શુક્રવારે કહ્યું હતું કે 50 ટકા સરકારી પદો પર મહિલાઓની ભરતી દેશની દરેક મહિલાને સશક્ત બનાવશે અને સશક્ત મહિલાઓ ભારતનું ભાગ્ય બદલી નાખશે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, 'આજે પણ ત્રણમાંથી માત્ર એક મહિલા જ કેમ નોકરી કરે છે? 10 સરકારી નોકરીઓમાંથી માત્ર એક જ પોસ્ટ પર મહિલા કેમ છે ? 'શું ભારતમાં મહિલાઓની વસ્તી 50 ટકા નથી? શું ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની હાજરી 50 ટકા નથી? જો એમ હોય તો, સિસ્ટમમાં તેમનો હિસ્સો આટલો ઓછો કેમ છે ?

તેમણે કહ્યું, 'કોંગ્રેસ ઈચ્છે છે - 'અડધી વસ્તી, સંપૂર્ણ અધિકાર', અમે સમજીએ છીએ કે મહિલાઓની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ ત્યારે જ થશે જ્યારે દેશ ચલાવતી સરકારમાં મહિલાઓનું સમાન યોગદાન હશે.'

  1. સુકેશ ચંદ્રશેખર પાસેથી 10 કરોડની ખંડણીના કેસમાં સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસને મંજૂરી અપાઈ
  2. 19 એપ્રિલની સવારથી 1 જૂનની સાંજ સુધી એક્ઝિટ પોલ નહિ બતાવી શકાય, ચૂંટણી પંચે મૂક્યો પ્રતિબંધ - Exit Polls Guidelines

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.