ETV Bharat / bharat

Rahul Gandhi Defamation Case: ઝારખંડ કોર્ટનો રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈન્કાર, માનહાનિના કેસમાં 27 માર્ચે હાજર થવાનો આદેશ - Rahul Gandhi Defamation Case

ઝારખંડ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેંણે 6 વર્ષ જૂના માનહાનિના કેસમાં 27 માર્ચે ચાઈબાસા કોર્ટમાં રૂબરુ હાજર થવું પડશે.

રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈન્કાર
રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈન્કાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 18, 2024, 9:27 AM IST

ઝારખંડ: ચાઈબાસા સ્થિત સાંસદ-ધારાસભ્ય કોર્ટ દ્વારા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે રાહુલ ગાંધીને 27 માર્ચે કોર્ટમાં રૂબરુ હાજર થવાનો આદેશ આપ્યો છે. મામલો છ વર્ષ જૂનો છે.

6 વર્ષ જૂના કેસમાં કોર્ટનો આદેશ: વર્ષ 2018માં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ બીજેપી નેતા પ્રતાપ કટિયારે રાહુલ ગાંધી પર કેસ દાખલ કર્યો હતો. 6 વર્ષ જૂના આ જ કેસમાં સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે.

ફેબ્રુઆરીમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું:

જો કે આ કેસને રાંચીની એમપી એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, પરંતુ એમપી એમએલએ કોર્ટ ચાઈબાસામાં શરૂ થયા બાદ તેને ચાઈબાસામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. માહિતી આપતા એડવોકેટ કેશવ પ્રસાદે કહ્યું કે એપ્રિલ 2022માં ચાઈબાસા એમપી એમએલએ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જેની કોઈ નોંધ લેવાઈ ન હતી. 27 ફેબ્રુઆરી 2024ના રોજ જસ્ટિસ ઋષિ કુમારની કોર્ટે આ મામલે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જે બાદ રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલ ગાંધીની શારીરિક હાજરીમાંથી મુક્તિની માંગ કરી હતી. પરંતુ ન્યાયાધીશ ઋષિ કુમારની કોર્ટે 14 માર્ચ, 2024 ના રોજ તેમની અરજી ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીને 27 માર્ચે શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

  1. Rahul Gandhi's Yatra Benefits: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાના શું થયા લાભો ? જાણો શું કહ્યું કોંગ્રેસે...
  2. Lok Sabha Elections : ભાવનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે, જુઓ જ્ઞાતીનું રાજકારણ અને ડમી ઉમેદવારની ચાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.