નવી દિલ્હી: કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે, આ ભયાનક ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. આ અંગે રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું છે. તેમણે કહ્યું કે, પીડિતને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે.
कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024
पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…
આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે, મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોકટરો જ સલામત નથી તો માબાપે પોતાની દીકરીઓને વિદેશમાં ભણવા માટે કયા આધારે વિશ્વાસ કરવો? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?
તેમણે કહ્યું કે, હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર દરેક પક્ષ અને દરેક વર્ગે ગંભીર ચર્ચા કરવા અને નક્કર પગલાં લેવા માટે એકસાથે આવવું પડશે. આ અસહ્ય દુઃખમાં હું પીડિત પરિવાર સાથે ઉભો છું. તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણરૂપ બને.
આ પણ વાંચો: