ETV Bharat / bharat

મોરબી પુલ, રાજકોટની આગ, બોટકાંડ સહિની ઘટનાઓ અંગે રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અવાજ પણ...: શક્તિસિંહ ગોહિલ - Rahul Gandhi - RAHUL GANDHI

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણી દુર્ઘટનાઓમાં લોકોના જીવ ગયા છે. એ દેખીતુ બન્યું છે કે આ ઘટનાઓ માનવસર્જીત હતી જેમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો પણ દ્રઢ પણે માને છે. હવે આ ઘટનાઓ મામલે રાહુલ ગાંધીએ સંસદમાં અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનું શું થયું તે અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહે વાત કરતી પોસ્ટ કરી છે. જુઓ...

Rahul Gandhi
Rahul Gandhi (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 10:11 PM IST

નવી દિલ્હીઃ ગુજરાતમાં બનેલી વિવિધ માનવસર્જીત દુર્ઘટનાઓને લઈને આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકવામાં આવી છે તેમણે આ પોસ્ટમાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમાં કહ્યું કે, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષ પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી. કમનસીબે સંસદમાં ઝીરો અવર્સમાં અધ્યક્ષ તરફથી રાજ્યના વિષયના બહાના નીચે મંજુરી નહીં મળતા અધ્યક્ષને મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે જે હકીકતો રાહુલ મારફત રજૂ કરવામાં આવી હતી તે હકીકતો સોશિયલ મીડિયા તથા પ્રેસ / ઈલેક્ટ્રોનિક મીડીયા સમક્ષ રજૂ કરીને પીડીતોને ન્યાય માટે માંગણી કરવાની ફરજ પડી છે.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન, રાજકોટમાં બનેલ ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલ નોટિસની માહિતી નીચે મુજબ હતી.

બહુવિધ બનાવો

તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં માનવસર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોરું છું.

કેટલીક મુખ્ય દુર્ઘટનાઓ નીચે મુજબ છે -

* 25 મે, 2024 - TRP ગેમિંગ ઝોન, રાજકોટ (27 મૃત્યુ પામ્યા)

* 18 જાન્યુઆરી, 2024 - બોટિંગ દુર્ઘટના, વડોદરા (14 મૃત્યુ પામ્યા)

* ઑક્ટોબર 30, 2022 - મોરબી બ્રિજ ધરાશાયી, મોરબી (135 મૃત્યુ પામ્યા)

* 24 મે, 2019 - તક્ષશિલા આર્કેડમાં આગ, સુરત (22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા)

અકલ્પનીય વેદનાસભર કરૂણ ઘટનાઓમાં ભયંકર માનવ હાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી.

* મારી મુલાકાત દરમિયાન, પરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું.

* માતા-પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

* કેટલાક કિસ્સાઓમાં, પરિવારોએ તેમના એકમાત્ર કમાનાર વ્યક્તિગુમાવ્યા છે. પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવેલ છે પરંતુ શાસન તરફથી કોઈ વ્યવસ્થા નથી થઈ.

શાસનની નિષ્ફળતાઓ

* આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના લક્ષણો છે.

* ગુજરાત સરકાર બેદરકારી, મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે જેના કારમે લોકોના જીવ જોખમમાં મુકાય છે આની નિઃશંકપણે નિંદા કરવી જોઈએ.

* ભ્રષ્ટાચારના ઊંડા મૂળિયા પ્રસારને દર્શાવે છે.

* ગેરકાયદે/અનધિકૃત પ્રવૃત્તિઓ કે જે લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરે છે.

* ભાજપના નેતાઓ, સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા છૂટ આપે છે અને જેથી આવી દુર્ઘટનાઓ બની રહી છે.

* આવી સાંઠગાંઠની તપાસ થવી જોઈએ અને તેનો પર્દાફાશ થવો જોઈએ. પડદા પાછળના ગુનેગારોને પકડવા જોઈએ અને સાંઠગાંઠ જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ તેવી સરકારને વિનંતી છે.

સરકારને અપીલ

* ઉપરોક્ત સ્થિતિમાં હું સરકારને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરું છુંજેથી ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાય.

* આ ભ્રષ્ટાચારને નાથવા અને સુધારવા માટે પ્રણાલીગત સુધારાની જરૂર છે અને ખૂબ જ કડક પગલાં જરૂરી છે.

* નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા વિશ્વસનીય તપાસ થવી જોઈએ.

જવાબદારી

* હું સરકારને અપીલ કરવા માંગુ છું કે પીડિતોના પરિવારજનોની લાગણી અને માંગણીને ન્યાયપૂર્ણ રીતે સાંભળવી જોઈએ.

* પીડીત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે જરૂરી છે.

  1. "આંખ આવવાના" કેસ વધ્યા, જાણો વાયરલ ઇન્ફેક્શનથી બચવા શું તકેદારી રાખશો ? - Eye infection
  2. 'કોંગ્રેસે શાસનમાં અનેક ભૂલો કરી છે એટલે હવે માફી માગે છે'- આરોગ્ય મંત્રી - Banaskantha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.