નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા લાંબા સમય બાદ વિદેશથી પરત આવ્યા. શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેમના દિલ્હી આગમનના સમાચાર મળ્યા હતા. વિદેશથી પરત ફરતાની સાથે જ તેઓ તેમની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગયા હતા. રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનમાં હતા. ત્યાં તેની આંખનું ઓપરેશન થયું. દરમિયાન તેમની ગેરહાજરીમાં વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી.
આંખના ઓપરેશન મારે ગયા હતા વિદેશ: દિલ્હી શરાબ કૌભાંડમાં જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી, તે પછી AAPના અન્ય નેતાઓના નામ પણ સામે આવ્યા. આ સમયગાળામાં એવી પણ અટકળો થઈ હતી કે, રાઘવ ચઢ્ઢા પણ કોઈ કાનૂની મુશ્કેલીથી બચવા વિદેશમાં છે. પરંતુ રાઘવ ત્યાંથી આંખના ઓપરેશનની માહિતી આપતા રહ્યા હતા. જેનો ઉલ્લેખ ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કર્યો હતો.
સ્વાતિ કેસમાં કેવો હશે પ્રતિસાદ: અહી નોંધનીય બાબત એ છે કે, રાઘવ ચઢ્ઢાનું દિલ્હી પરત પણ એ સમયે આવ્યા જ્યારે તેમની સહકર્મી સ્વાતિ માલીવાલનો મુદ્દો ચર્ચામાં છે. તાજેતરમાં CM આવાસ પર સ્વાતિ માલીવાલ સાથે બનેલી ઘટના પર રાઘવે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. અને જે રીતે પાર્ટીના તમામ નેતાઓ હવે સ્વાતિ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, તેના કારણે બધાની નજર રાઘવ ચઢ્ઢા પર પણ છે. કે તે આ મુદ્દે કેવી પ્રતિક્રિયા આપે છે. જો કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સ્વાતિના કેસ પર હજુ સુધી કંઈ કહ્યું નથી.
તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક છે. પાર્ટીએ તેમને જે પણ જવાબદારી આપી છે, તે નિભાવી રહ્યા છે. વર્ષ 2013માં જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે રાઘવ ચઢ્ઢાએ પાર્ટીનો મેનિફેસ્ટો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.