નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ સોમવારે ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છા પાઠવી. આ અવસર પર રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં કહ્યું કે પયગંબર મોહમ્મદે સમાનતા પર આધારિત માનવ સમાજનું ઉદાહરણ રજૂ કર્યું.
पैगम्बर मुहम्मद (स.) के जन्मदिन, मिलाद-उन-नबी के मुबारक अवसर पर मैं सभी देशवासियों, विशेष रूप से मुस्लिम भाइयों-बहनों को शुभकामनाएं देती हूं। पैगम्बर मुहम्मद (स.) ने समानता पर आधारित मानव समाज का आदर्श प्रस्तुत किया है। उन्होंने धैर्य के साथ सत्य के मार्ग पर चलने की भी शिक्षा…
— President of India (@rashtrapatibhvn) September 16, 2024
રાષ્ટ્રપતિ મુર્મુએ રવિવારે મિલાદ-ઉન-નબીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું પયગંબર મોહમ્મદે સમાનતા આધારિત માનવ સમાજનો આદર્શ રજૂ કર્યો છે. તેમણે ધીરજ સાથે સત્યના માર્ગ પર ચાલવાનું પણ શીખવ્યું છે. આ અવસર પર આપણે સૌ આ ઉપદેશોને અપનાવવાનો સંકલ્પ કરીએ અને દેશના વિકાસ માટે સતત કામ કરીએ.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) September 16, 2024
Best wishes on the occasion of Milad-un-Nabi. May harmony and togetherness always prevail. Let there be joy and prosperity all around.
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું, 'ઈદ મુબારક! મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ સુખ અને સમૃદ્ધિ રહે.
Eid Milad-Un-Nabi Mubarak to all.
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2024
May this auspicious occasion bring peace, joy, and compassion to our hearts and homes. Wishing everyone happiness and prosperity. pic.twitter.com/62uuV8a8L9
કોંગ્રેસ નેતા રાહુલ ગાંંધીએ પણ આ અવસર પર શુભકામનાઓ પાઠવી છે. 'ઈદ મિલાદ-ઉન-નબી પર સૌને શુભેચ્છાઓ. આ શુભ અવસર આપણા હૃદય અને ઘરોમાં શાંતિ, સુખ અને કરુણા લઈને આવે. સૌને સુખ અને સમૃદ્ધિની શુભકામનાઓ.
Eid Milad-Un-Nabi Mubarak to everyone.
— Mallikarjun Kharge (@kharge) September 16, 2024
May this blessed occasion bring peace, compassion, and prosperity to our lives and foster unity, amity, kindness and harmony among all. pic.twitter.com/p3FJR6fJFW
આ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'દરેકને ઈદ મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. આ શુભ અવસર આપણા જીવનમાં શાંતિ, કરુણા અને સમૃદ્ધિ લાવે અને સૌ વચ્ચે એકતા, સૌહાર્દ, દયા અને સંવાદિતાને પ્રોત્સાહન આપે.
મિલાદ-ઉન-નબી, જેને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા મૌલિદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રોફેટ મોહમ્મદની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. પ્રોફેટનો જન્મદિવસ 12 રબી ઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે, જે ઇસ્લામિક કેલેન્ડર મુજબ ત્રીજો મહિનો છે. આ વર્ષે તહેવાર રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ સાંજે શરૂ થયો હતો અને સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ સાંજે સમાપ્ત થશે.
આ પણ વાંચો: