નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમનું ઔપચારિક સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, રણધીર જયસ્વાલે આજે મલેશિયાના વડા પ્રધાનની ભારતની રાજ્ય મુલાકાત દરમિયાન બંને નેતાઓ એકબીજા સાથે પોઝ આપતા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.
A special beginning to an important visit!
— Randhir Jaiswal (@MEAIndia) August 20, 2024
PM @narendramodi warmly received PM @anwaribrahim of Malaysia in a ceremonial welcome at Rashtrapati Bhavan.
Malaysia is a key pillar of 🇮🇳’s Act East Policy and a valued partner in the region. pic.twitter.com/JULowCaPvb
કેન્દ્રીય રાજ્યમંત્રીએ કર્યું એરપોર્ટ પર સ્વાગત
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સોમવારે ભારતની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. મલેશિયાના વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી વી સોમન્નાએ એરપોર્ટ પર વડાપ્રધાન ઈબ્રાહિમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વડાપ્રધાન ઈબ્રાહિમ ભારત આવી રહ્યા છે.
મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મલેશિયાના વડાપ્રધાને દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈબ્રાહિમે રાજઘાટ પર વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને પણ મળશે. ભારત અને મલેશિયા વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન 2015માં અમારા દ્વિપક્ષીય સંબંધોને એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશો આગામી વર્ષે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના બીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છે, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમની મુલાકાતે ભવિષ્ય માટે બહુ-ક્ષેત્રીય સહયોગ એજન્ડા તૈયાર કરીને ભારત-મલેશિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો માર્ગ મોકળો કર્યો છે. કરશે.