નાંદેડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં આયોજિત રેલીમાં NDA ઉમેદવારોના સમર્થનમાં મત માંગ્યા હતા. રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં કોંગ્રેસ સરકાર બનાવે છે, તે રાજ્ય કોંગ્રેસના શાહી પરિવારનું એટીએમ બની જાય છે.
પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રએ કોંગ્રેસના પ્રકોપને, તેમના પાપોને લાંબા સમય સુધી સહન કર્યા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી મરાઠવાડાના ખેડૂતોની સમસ્યાઓનું મૂળ છે. કોંગ્રેસ સરકારોએ ક્યારેય અહીંના ખેડૂતોના સુખ-દુઃખની પરવા કરી નથી.
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી હરિયાણા ચૂંટણીમાં ભાજપને ઈતિહાસમાં સૌથી વધુ સીટો મળી છે. હવે મહારાષ્ટ્રની જનતા પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. છેલ્લા બે દિવસથી હું મહારાષ્ટ્રમાં જ્યાં પણ ગયો છું ત્યાં દરેકના મનમાં એક પ્રબળ લાગણી છે કે લોકસભામાં જે કમી હતી તે આ વખતે વિધાનસભામાં પૂરી કરવાની છે. લોકો કહી રહ્યા છે કે વિકસિત મહારાષ્ટ્ર માટે મહાયુતિ સરકારની જરૂર છે.
#WATCH | Prime Minister Narendra Modi addresses a public rally in Nanded, Maharashtra.#MaharashtraElection2024 pic.twitter.com/54Y9XV1hRf
— ANI (@ANI) November 9, 2024
PMએ કહ્યું, દેશે NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે, પરંતુ આ વખતે તેમાં નાંદેડનું ફૂલ નહોતું. આ વખતે નાંદેડના ફૂલો દિલ્હી પહોંચશે ને? આજે હું ડબલ ડ્યુટી કરી રહ્યો છું, એક તો હું મોદી માટે પણ મદદ માંગી રહ્યો છું અને બીજું મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારા આશીર્વાદ માંગું છું. આજે દેશ વિકસિત ભારતના ધ્યેય સાથે આગળ વધી રહ્યો છે અને દેશની જનતા જાણે છે કે ભાજપ અને તેના સહયોગીઓ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગંભીરતાથી કામ કરી રહ્યા છે. આથી જ દેશની જનતા ભાજપ અને એનડીએ સરકારને વારંવાર ચૂંટે છે.
રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે આજે સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપ અને મહાયુતિના સમર્થનમાં લહેર છે. આજે દરેકના હોઠ પર એક જ સૂત્ર છે - "ભાજપ - મહાયુતિ આહે, તર ગતિ આહે. મહારાષ્ટ્રચી પ્રગતિ આહે."
આ પણ વાંચો: