લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલને સ્વીકારવાની તરફેણમાં 269 વોટ પડ્યા હતા, જ્યારે 198 સાંસદોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. બિલને જેપીસીને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
વન નેશન, વન ઈલેક્શન બિલ લોકસભામાં બહુમતથી સ્વીકાર - PARLIAMENT WINTER SESSION 2024
Published : Dec 17, 2024, 1:47 PM IST
|Updated : Dec 17, 2024, 4:26 PM IST
નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે મંગળવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કર્યું. આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાની જોગવાઈ છે. મેઘવાલે યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશન એક્ટ, 1963, નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટ, 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ, 2019માં સુધારો કરવા માટેનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરીમાં એકસાથે ચૂંટણી કરાવવાના હેતુથી વિધાનસભાની ચૂંટણીઓને સમાન બનાવવાનો છે. કેન્દ્રીય કેબિનેટે આ મહિનાની શરૂઆતમાં આ બિલને મંજૂરી આપી હતી.
કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે સહિત અન્ય વિરોધ પક્ષોએ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય કેબિનેટે સપ્ટેમ્બરમાં એક સાથે ચૂંટણીને લઈને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી હતી. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી રહ્યા હતા. આ ભલામણો પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલમાં કરવામાં આવી હતી. સમિતિએ બે તબક્કામાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા અને સામાન્ય ચૂંટણીના 100 દિવસમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ચૂંટણી માટે એક સમાન મતદાર યાદી હોવી જોઈએ.
LIVE FEED
વન નેશન, વન ઈલેક્શન બિલની તરફેણમાં લોકસભામાં 269 વોટ પડ્યા
વિપક્ષે વન નેશન, વન ઈલેક્શન પર મતોના વિભાજનની માંગ કરે છે
જ્યારે કાયદા મંત્રીએ લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષે બિલ પર મતોના વિભાજનની માંગ કરી હતી. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં બંધારણ (129મો સુધારો) બિલ, 2024 રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો છે.
દરેક વ્યક્તિએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલને સમર્થન આપવું જોઈએ: ગિરિરાજ સિંહ
બીજેપી નેતા ગિરિરાજ સિંહે એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ પર કહ્યું, 'વિપક્ષ સહિત સમગ્ર સંસદે આના પર એક થવું જોઈએ, કારણ કે આ કોઈ નવી વાત નથી. 1967 સુધી એક સાથે ચૂંટણીઓ થતી હતી. કોંગ્રેસે પીએમ મોદી દ્વારા લાવવામાં આવેલા કોઈપણ બિલનો વિરોધ કરવાનું મન બનાવી લીધું છે. 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' દેશ માટે છે, વિકાસ માટે છે, લોકો ઇચ્છે છે, સમગ્ર વિપક્ષે આ બિલને સમર્થન આપવું જોઈએ.