ETV Bharat / bharat

લોકસભામા અખિલેશ યાદવ અને કલ્યાણ બેનર્જીએ સરકારને લીધી આડે હાથ, સાંજે પીએમ મોદી ગૃહને સંબોધશે - parliament session 2024 - PARLIAMENT SESSION 2024

લોકસભાની કાર્યવાહી (પ્રતિકાત્મક તસ્વીર)
લોકસભાની કાર્યવાહી (પ્રતિકાત્મક તસ્વીર) (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 10:26 AM IST

Updated : Jul 2, 2024, 2:08 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપી શકે છે. લોકસભામાં 1 જુલાઈની સવારે શરૂ થયેલી હતી અને મોડી રાત સુધી ગૃહ બેસી રહ્યું હતું. 1 જુલાઈના રોજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના લોકસભામાં વિપક્ષના નેતા તરીકેના પ્રથમ ભાષણે રાજકીય ગરમાવો સર્જ્યો હતો. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન, ભાષણ નેતાઓએ તેમના પર 'જૂઠું બોલવાનો, ગૃહને ગેરમાર્ગે દોરવાનો અને સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવવાનો' આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસે મોદી સરકાર પર વળતો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નવા ફોજદારી કાયદામાં સજાને બદલે ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવશે.

LIVE FEED

11:59 AM, 2 Jul 2024 (IST)

લોકસભામાં TMC સાંસદ કલ્યાણ બેનર્જીના ગૃહમાં સરકાર પર તીખા પ્રહાર

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આજે ગૃહમાં સરકાર પર તીખા પ્રહાર કરતા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, તેમણે પીએમ મોદી સહિત ભાજપને આડેહાથ લીધી હતી એટલું જ નહીં તેમણે ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં અને કહ્યું હતું કે, સરકારના ઈશારે ચૂંટણી પંચે 7 તબક્કામાં ચૂંટણી કરાવી.

11:46 AM, 2 Jul 2024 (IST)

લોકસભામાં બોલ્યા, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કહ્યું 'અનામત સાથે આ સરકારે ખુબ રમત રમી છે'

નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલવા ઉભા થયેલા સપા અધ્યક્ષ અને યુપીના કન્નોજથી સાંસદ અખિલેશ યાદવે આજે પોતાના આગવા અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારને આડેહાથ લીધી હતી. અખિલેશે, જાતિગત વસ્તી ગણતરી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબી સહિતના મુ્દાઓ રજૂ કરીને સરકારની નીતિઓની ટીકા કરી હતી આ ઉપરાંત અખિલેશ યાદવે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પણ નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે, હવે પછી જ્યારે રાષ્ટ્રપતિ ગૃહને સંબોધન કરે ત્યારે આશા રાખીએ કે, તેમનું ભાષણ સરકાર પ્રેરિત ન હોય

Last Updated : Jul 2, 2024, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.