નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં સડક નિર્માણમાં ખામીઓ સાથે સંબંધિત પ્રશ્નો પર કહ્યું કે, તેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે જે કોન્ટ્રાક્ટર કામ યોગ્ય રીતે નહીં કરે તેને બુલડોઝર આગળ ફેંકી દેવામાં આવશે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન, તેમણે રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલના પૂરક પ્રશ્નના જવાબમાં પણ કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોને સુધારવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારા વિભાગે 50 લાખ કરોડ રૂપિયાનું કામ કર્યું છે. અમે પારદર્શક, સમયબદ્ધ અને પરિણામલક્ષી છીએ. તેમણે કહ્યું કે, હું તેનો ઉલ્લેખ કરવા માંગતો ન હતો… હું એક જન સભામાં કહી ચૂક્યો છું કે જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો તેને બુલડોઝર આગળ નાખી દેવામાં આવશે, યાદ રાખજો.
આ વર્ષે જુઓ, હું તેમને માર મારીને ઠીક કરીશ, અમે જરાય સમાધાન નહીં કરીએ. તેમણે ગૃહને જણાવ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણમાં જોવા મળેલી ખામીઓ માટે ચાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતી વખતે, તેમણે એમ પણ કહ્યું કે IIT-ખડગપુર અને IIT-ગાંધીનગરના નિષ્ણાતોએ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું અને તેના બાંધકામમાં ખામીઓ મળી. ગડકરીએ કહ્યું કે, અમે ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી છે અને તેમને બ્લેકલિસ્ટ કરીશું. કડક કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દેશનો સૌથી લાંબો રસ્તો છે અને તે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: