મલપ્પુરમ/નવી દિલ્હી: કેરળમાં જીવલેણ નિપાહ વાયરસનો ચેપ વધી રહ્યો છે. વાયરસથી સંક્રમિત બાળકનું મોત થયું છે. રવિવારે મલપ્પુરમમાં અન્ય એક વ્યક્તિમાં નિપાહના લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીને કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને પણ મોકલવામાં આવ્યા છે.
A Nipah virus patient in Mallapuram district of Kerala, confirmed by NIV, Pune succumbs to the disease. A joint outbreak response Central team will be deployed to assist the State with case investigation, identification of epidemiological linkages, and technical support: Union… pic.twitter.com/l7Vtrk27PQ
— ANI (@ANI) July 21, 2024
તબીબી અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, મલપ્પુરમના 68 વર્ષીય વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જો કે, તે નિપાહ સંક્રમિત બાળકના સંપર્કમાં આવ્યો ન હતો. પરંતુ નિપાહના લક્ષણો દેખાતા દર્દીને વિશેષ સારવાર માટે કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, નિપાહ વાયરસના કારણે મૃત્યુ પામેલા બાળકના માતા-પિતા અને નજીકના સંબંધીઓના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
તે જ સમયે, નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક કેન્દ્રીય ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસથી પીડિત એક દર્દીનું મોત થયું છે. પુણે સ્થિત NIV દ્વારા તેને નિપાહથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. કેસોની તપાસ કરવા, રોગચાળા સંબંધી કડીઓ ઓળખવા અને રાજ્યને ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ સેન્ટ્રલ ટીમ તૈનાત કરવામાં આવશે.