તિરુવલ્લુર: મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ (મૈસૂર-દરભંગા એક્સપ્રેસ 12578) કાવરપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ હતી. આ ભયાનક અથડામણ બાદ પેસેન્જર ટ્રેનની બે બોગીમાં આગ લાગવાથી ચકચાર મચી ગયો હતો.
હાલ ચેન્નાઈ ડિવિઝનના પોનેરી-કાવારપ્પેટાઈ રેલ્વે સ્ટેશનો (ચેન્નાઈથી 46 કિમી) પર દૂર્ઘટનાગ્રસ્ત સ્થળ પર ટ્રેક પર સમારકામ ચાલી રહ્યું છે, જ્યાં ગઈકાલે સાંજે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ પાછળથી આવતી માલગાડી સાથે અથડાઈ હતી. માલગાડી સાથે અથડાયા બાદ મૈસુર-દરભંગા એક્સપ્રેસના 12-13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
#WATCH तमिलनाडु: चेन्नई डिवीजन के पोन्नेरी-कवरप्पेट्टई रेलवे स्टेशनों (चेन्नई से 46 किमी) पर मरम्मत कार्य चल रहा है, जहां कल शाम ट्रेन संख्या 12578 मैसूर-दरभंगा एक्सप्रेस की पीछे से एक मालगाड़ी से टक्कर हो गई थी।
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
मैसूर-दरभंगा एक्सप्रेस के 12-13 डिब्बे मालगाड़ी से टकराने के बाद… pic.twitter.com/7aHlj9wkZJ
આ અકસ્માતને કારણે લગભગ 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સમાચાર અનુસાર, ટ્રેન લગભગ 8:30 વાગ્યે પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. સવારે મળતી માહિતી મુજબ બાગમતી એક્સ્પ્રેસની ટક્કર બાદ અટવાયેલા મુસાફરોને લઈને ચેન્નઈ સેન્ટ્રલથી વિશેષ ટ્રેન રવાના થઈ હતી.
VIDEO | Mysuru-Darbhanga Express met with an accident near Kavarapettai Railway Station in the Chennai Division, causing derailment of at least two coaches. More details awaited.
— Press Trust of India (@PTI_News) October 11, 2024
(Source: Third Party) pic.twitter.com/ukS2r9WicS
ટ્રેન દુર્ઘટનાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનો મોડી પડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. ટ્રેન દુર્ઘટનાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનો મોડી પડી છે.
STORY | Express train rams into stationary train in Tamil Nadu
— Press Trust of India (@PTI_News) October 11, 2024
READ: https://t.co/bKX61dBdMH
VIDEO:
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/jjbDRoMX2O
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન ઊભી હતી ત્યારે પેસેન્જર ટ્રેન તેની સાથે અથડાઈ હતી. બાગમતી એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
#WATCH तमिलनाडु: चेन्नई डिवीजन के पोन्नेरी-कवरप्पेट्टई रेलवे स्टेशनों (चेन्नई से 46 किमी) पर मरम्मत कार्य चल रहा है, जहां कल शाम ट्रेन संख्या 12578 मैसूर-दरभंगा एक्सप्रेस की पीछे से एक मालगाड़ी से टक्कर हो गई थी।
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
मैसूर-दरभंगा एक्सप्रेस के 12-13 डिब्बे मालगाड़ी से टकराने के बाद… pic.twitter.com/8tZC5YSzdI
એમ્બ્યુલન્સ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. દરમિયાન પેસેન્જર કોચમાં લાગેલી આગને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બાદ જીએમ સધર્ન રેલવે ડીઆરએમ ચેન્નાઈ ડિવિઝન અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. સમાચાર એન્જસી એએનઆઈના જણાવ્યા અનુસાર આ ટ્રેન દૂર્ઘટનામાં 12થી 13 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતાં જયાં હાલ યુધ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે.
ચેન્નાઈ ડિવિઝનમાં હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો છે
#WATCH ट्रेन संख्या 12578 मैसूरु-दरभंगा बागमती एक्सप्रेस के फंसे हुए यात्रियों को भोजन और पानी उपलब्ध कराया गया।
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
डॉ. एमजीआर चेन्नई सेंट्रल से 12.10.2024 को 04:45 बजे एक विशेष ट्रेन उनके गंतव्य तक पहुंचने के लिए रवाना हुई।
(सोर्स: दक्षिण रेलवे) pic.twitter.com/zKpy0LesMS
મૈસુર-દરભંગા એક્સપ્રેસ દુર્ઘટના બાદ ચેન્નાઈ ડિવિઝનમાં હેલ્પલાઈન નંબર 04425354151, 04424354995 જારી કરવામાં આવ્યા છે. રેલ્વે અકસ્માત સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે આપેલ હેલ્પલાઈન નંબર પરથી મદદ મેળવી શકાય છે. તો બીજી તરફ રેલવે તંત્ર તરફ અટવાયેલા મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.