લખનઉ : ભાજપે હજુ કૈસરગંજ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે. ગુરુવારે તેમણે આ મુદ્દાને લઈને રામાયણની એક ચૌપાઈનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
ટોક ઓફ ધ ટાઉન : ભાજપે હજુ કૈસરગંજ સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. પોતાની ટિકિટ ફાઇનલ ન થવાનું ટેન્શન હવે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ચહેરા પર દેખાઈ રહ્યું છે. જોકે આ દરમિયાન તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે, જુઓ શું છે મામલો ?
બ્રિજભૂષણની ચર્ચીત ચૌપાઈ : જ્યારે પત્રકારોએ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને કહ્યું કે, હજુ ટિકિટ ફાઈનલ નથી થઈ. તો તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે, "હુઈ હૈ વહીં જો રામ રચિ રાખા". બ્રિજભૂષણ શરણસિંહે કહેલી આ ચોપાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. યુઝર્સ તેને ટિકિટ સાથે લિંક કરતા જોવા મળ્યા હતા.
આચારસંહિતા ભંગનો માહોલ : તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બ્રિજભૂષણ શરણસિંહ દ્વારા આચારસંહિતા ભંગનો મામલો પણ સામે આવ્યો હતો. તેઓ ટિકિટ વગર સમર્થકોના કાફલા સાથે સભામાં જતા હોવાના આક્ષેપો થયા હતા.
આ લોકસભા બેઠક પર ઉમેદવારી બાકી : ભાજપે હજુ સુધી કૈસરગંજ અને રાયબરેલી સીટ પરથી ટિકિટ ફાઇનલ કરી નથી. આ અંગે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને બ્રિજભૂષણ શરણસિંહને લઈને વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. આ સિવાય બ્રિજભૂષણ શરણસિંહ ટિકિટ ફાઇનલ કર્યા વગર પોતાના સમર્થકો સાથે જનતાની વચ્ચે જઈ રહ્યા છે.