નવી દિલ્હી: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ગરીબોને મફત ચોખાનો સપ્લાય ચાલુ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે PMGKAY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ જુલાઈ, 2024 થી ડિસેમ્બર, 2028 સુધી મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાણકારી આપી. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે. તેમણે કહ્યું કે, આના પર કુલ 17,082 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને સમગ્ર ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.
સરકારના આ પ્રયાસથી દેશભરમાં ચોખાના ફોર્ટિફિકેશન માટે એક સંકલિત વ્યવસ્થા સુનિશ્ચિત થાય છે, જેનાથી અંદાજે 80 કરોડ નાગરિકોને ફાયદો થાય છે.
#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, " today the cabinet approved the continuation of supply of free fortified rice under pradhan mantri garib kalyan yojana (pmgkay) and other welfare schemes from july, 2024 to december, 2028. the… pic.twitter.com/XaNB5rHiK8
— ANI (@ANI) October 9, 2024
સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને આજે કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રૂ. 4,406 કરોડના રોકાણ સાથે 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે.
આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકાને વેગ આપવા, મુસાફરીમાં સુધારો કરવાનો અને રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. તે સરહદી વિસ્તારોને બહેતર રસ્તાઓ, ટેલિકોમ કનેક્ટિવિટી, પાણી પુરવઠો, આરોગ્યસંભાળ અને શિક્ષણ સુવિધાઓ સાથે વાઇબ્રન્ટ ગામોમાં પરિવર્તિત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, " ...pm modi has emphasized the development of infrastructure in border areas. today cabinet approved construction of 2,280 km of roads with an investment of rs 4,406 crore in the border areas… pic.twitter.com/8D3jPUvN6x
— ANI (@ANI) October 9, 2024
ગુજરાતમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવાશે
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવશે. કેબિનેટે આને મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ સંકુલ બનાવવાનો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NMHCનો વિકાસ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. ચરણ 1Aનો વિકાસ 1238.05 કરોડ રૂપિયાના અનુમાનિત ખર્ચથી કરવામાં આવશે, જેમાં મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય (ભારતીય નૌકાદળ) અને સંસ્કૃતિ મંત્રાલયનું યોગદાન હશે.
કેબિનેટે તબક્કા 1B અને તબક્કા 2 માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે, જેના માટે સ્વૈચ્છિક સંસાધનોમાંથી ભંડોળ એકત્ર કરવામાં આવશે. તબક્કા 1Bમાં રૂ. 266.11 કરોડના ખર્ચે લાઇટ હાઉસ મ્યુઝિયમનું બાંધકામ સામેલ છે, જેના માટે લાઈટહાઉસ અને લાઇટશિપના મહાનિર્દેશાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.
આ પ્રોજેક્ટથી 15,000 સીધી રોજગારી પેદા થવાની અપેક્ષા
નિવેદન અનુસાર, આ પ્રોજેક્ટ 15,000 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે અને સ્થાનિક લોકો, પ્રવાસીઓ, સંશોધકો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને લાભ થશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: