ઇમ્ફાલ: મણિપુર હાઇકોર્ટે માર્ચ 2023 માં આપેલા ચુકાદાના તે ફકરાને દૂર કરવાનો આદેશ આપ્યો છે જેમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST) સૂચિમાં મેઇટી સમુદાયનો સમાવેશ કરવા માટે વિચારણા કરવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે આ પેરા હાઈકોર્ટની બંધારણીય બેંચ દ્વારા આ મામલે લેવામાં આવેલા સ્ટેન્ડની વિરુદ્ધ છે.
-
The Manipur High Court has deleted its direction to the State government to consider including the Meitei community in the list of the Scheduled Tribes (STs).
— ANI (@ANI) February 22, 2024
27 માર્ચ, 2023ના રોજ હાઈકોર્ટે આપેલા નિર્દેશને રાજ્યમાં વંશીય સંઘર્ષ માટે ઉત્પ્રેરક માનવામાં આવે છે. આ સંઘર્ષમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે રિવ્યુ પિટિશનની સુનાવણી કરતી વખતે જસ્ટિસ ગોલમેઈ ગફુલશીલુની સિંગલ બેન્ચે આ ભાગને ફગાવી દીધો હતો. ગયા વર્ષના નિર્ણયમાં, રાજ્ય સરકારને ST યાદીમાં મેઇતેઇ સમુદાયનો સમાવેશ કરવા માટે ઝડપથી વિચારણા કરવા નિર્દેશ આપતો વિવાદાસ્પદ ફકરો કાઢી નાખવા વિનંતી કરવામાં આવી હતી.
ગયા વર્ષના નિર્ણયના પેરામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રાપ્તિની તારીખથી ચાર અઠવાડિયાના સમયગાળામાં અનુસૂચિત જનજાતિની સૂચિમાં બંને સમુદાયનો સમાવેશ કરવા માટે અરજીકર્તાઓની અરજી મામલે સંભવ હોય તો ચાર અઠવાડિયાની અવધિમાં વિચાર કરશે.
જસ્ટિસ ગૈફુલશીલુએ 21 ફેબ્રુઆરીના ચુકાદામાં, અનુસૂચિત જનજાતિની સૂચિમાં સુધારો કરવા માટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા તરફ ધ્યાન દોરતા, આ નિર્દેશને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ ગૈફુલશીલુએ કહ્યું, 'તે મુજબ, પેરા નંબર 17(iii)માં આપેલા નિર્દેશને કાઢી નાખવાની જરૂર છે અને તે મુજબ 27 માર્ચ, 2023ના ચુકાદા અને આદેશના પેરા નંબર 17(iii)ને કાઢી નાખવાનો આદેશ આપવામાં આવે છે...'