ETV Bharat / bharat

મહાકુંભ 2025: મહેમાનો માટે પ્રયાગરાજમાં બની વાંસમાંથી આલીશાન ઝુંપડીઓ, જોઈને બોલી ઉઠશો વાહ

મહાકુંભ 2025ને લઈને શાસન અને પ્રશાસનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આવનાર મહેમાનો માટે ત્રણ વીઘામાં આલિશાન કોટેજીસ બનાવવામાં આવી રહ્યાં છે.

પ્રયાગરાજમાં બની વાંસમાંથી આલીશાન ઝુંપડીઓ
પ્રયાગરાજમાં બની વાંસમાંથી આલીશાન ઝુંપડીઓ (ANI, Etv Bharat Graphics Team)
author img

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

પ્રયાગરાજ/યુપી: ઐતિહાસિક મહાકુંભના મેળામાં આવનાર દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે સંગમનગરી પ્રયાગરાજમાં ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં આવનાર સાધુ-સંતો, મહંતો અને અન્ય શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેની તમામ તૈયારીઓ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આવા મહેમાનો માટે નૈની સ્થિત અરૈલમાં ત્રણ વીઘામાં વાંસમાંથી આલિશાન કોટેજીસ બનાવવામાં આવી રહ્યાં છે, અને તેને મોડલ વિલેજનો લુક આપવામાં આવી રહ્યો છે.

આલિશાન ઝુંપડીઓ: આ વાંસની નગરીને વસાવવા માટે છેલ્લાં પાંચ મહીનાથી પ્રયાગરાજમા સતત કારીગરો કામ કરી રહ્યાં છે. આ તમામ કૉટેજ વૉટરપ્રૂફ છે. આ કોટેજ બનાવવા માટે આસામમાંથી 20 કારીગરોને બોલાવવામાં આવ્યા છે. જે રાત-દિવસ વાંસમાંથી ઝૂંપડીઓનો આકાર આપવામાં વ્યસ્ત છે. ઝૂંપડી બનાવવા માટે વાંસ પણ આસામથી લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વાંસની બે ટ્રક મંગાવવામાં આવી છે. જેમાં 14 કોટેજીસ સાથે એક હોલ પણ બનાવવામાં આવી રહ્યો છે.જે દેશ-વિદેશના મહેમાનોને આકર્ષશે. વાંસમાંથી બનેલા આ કુટીરનો ખર્ચ પાંચ લાખ જેટલો હોવાનું કહેવાય છે. આસામથી આવેલા કારીગરોના મતે, એક ઝૂંપડીને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા પાંચ મજૂરોને કામે લગાડવા પડે છે.

પ્રયાગરાજમાં બની વાંસમાંથી આલીશાન ઝુંપડીઓ (ANI)

ખાસ પ્રકારની ટેન્ટ સિટી: મહાકુંભ માટે આવનારા દેશ-વિદેશના મહેમાનોને રહેવા માટે ખાસ વાંસ માંથી કૉટેજ બનાવવામાં આવી રહ્યાં છે. પ્રશાસન દ્વારા ઝુંસી અને નૈનીમાં એક મોટી ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહી છે. પરંતુ નૈનીના અરલમાં એક ખાસ પ્રકારની ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવનારા વિદેશી મહેમાનો અને શ્રદ્ધાળુઓ માટે ઘણી ખાનગી કંપનીઓ પ્રવાસન વિભાગની મદદથી ટેન્ટ સિટી બનાવી રહી છે. જોકે, અરેલમાં બની રહેલી વાંસમાંથી ટેન્ટ સિટીએ ખૂબ જ આકર્ષણ જગાવ્યું છે. જેને સંગમ રિસોર્ટ નામ આપવામાં આવ્યું છે. તેના માલિક બ્રિજેશ પાંડેએ જણાવ્યું કે આ ટેન્ટ સિટી તૈયાર કરવાનું કામ પાંચ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે આસામમાંથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા છે અને રહેવાની સાથે તેમને પરંપરાગત અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવી તમામ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

ઝુંપડીઓ માટે વાંસ પણ આસામમાંથી લાવવામાં આવ્યો
ઝુંપડીઓ માટે વાંસ પણ આસામમાંથી લાવવામાં આવ્યો (ANI)

બ્રિજેશ પાંડેએ જણાવ્યું હતુ કે, આ કુટીરમાં રહેવાની સાથે અન્ય આવનાર ભક્તોને ચૂલામાંથી રોટલી અને હાંડીમાંથી દાળ ખાવા માટે મળશે. આ માટે ગાયના છાણની કેક અને લાકડાની પૂરતી જોગવાઈ હશે. આ ઉપરાંત અન્ય શાકાહારી વાનગીઓની પણ તેમની ઈચ્છા મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. તમને અહીં ડુંગળી અને લસણમાંથી બનેલી કોઈ ચીજ નહીં મળે.

આસામના 20 કારીગરોએ રાત-દિવસ મહેનત કરીને બનાવી ઝુંપડીઓ
આસામના 20 કારીગરોએ રાત-દિવસ મહેનત કરીને બનાવી ઝુંપડીઓ (ANI)

શું છે વાંસની ઝુંપડીનું ભાડું: આ વાંસની ઝૂંપડીમાં રહેવા માટે પ્રતિદિન લોકોને 10 હજારથી 30 હજાર રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. આ કોટેજ ઉપરાંત 20 બેડનો હોલ પણ બનાવવામાં આવી રહ્યો છે. કોટેજમાં બાથરૂમ, ચેન્જ રૂમ અને બેડ ઉપરાંત વધુ સારી લોકરની સુવિધા પણ આપવામાં આવી છે. આ ટેન્ટ સિટીનો કન્સેપ્ટ ગત કૂંભમેળામાં નક્કી કરાયો હતો અને આ વખતે તેને વધુ સુવિધા સાથે વિકસીત કરાયો છે. જે અહીં રોકાણ કરનારા મહેમાનોને તમામ પ્રકારની સુવિધા સાથે આરામદાયક કુંભમેળાનો લ્હાવો પ્રદાન કરશે.

વાંસમાંથી 14 કોટેજીસ સાથે એક હોલ પણ બનીને તૈયાર
વાંસમાંથી 14 કોટેજીસ સાથે એક હોલ પણ બનીને તૈયાર (ANI)

13 જાન્યુ.થી 26 ફેબ્રુ. સુધી કુંભમેળાનું આયોજન: મહત્વપૂર્ણ છે કે, મહા કુંભ મેળો આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં યોજાવા જઈ રહ્યો છે. મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહા કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક વગેરેમાંથી એક સ્થળે થાય છે. આ વખતે યુપીના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ એક સાંસ્કૃતિક અને સામાજિક તહેવાર પણ છે જેમાં ભાગ લેવામાં માટે દેશ-વિદેશમાંથી લોકો આવે છે.

  1. મહા કુંભ મેળો 2025: હવે ભક્તો ભટકશે નહીં, ગૂગલ નેવિગેશન બતાવશે કુંભ સ્થળોનો રસ્તો
  2. પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ: 18 કરોડના ખર્ચે બનેલી દિવાલો પર પેઈન્ટીંગ, મહાકુંભનો ઈતિહાસ દેખાશે - History of Mahakumbh 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.