ETV Bharat / bharat

મહા ગઠબંધનમાં બિહારની બેઠક ફાળવણીની ફોર્મ્યુલા ફાઈનલ, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 6:13 PM IST

બિહારમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર સમજૂતી થઈ છે. રાષ્ટ્રીય જનતા દળ બિહારમાં 40માંથી 26 બેઠકો પર ચૂંટણી લડશે, કોંગ્રેસ 9 બેઠકો પર અને ડાબેરી પક્ષો 5 બેઠકો પર ચૂંટણી લડશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

મહા ગઠબંધનમાં બિહારની બેઠક ફાળવણીની ફોર્મ્યુલા ફાઈનલ

પટના: બિહારમાં બેઠક ફાળવણી માટે ઈન્ડિયા અલાયન્સ દ્વારા ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે. બેઠક ફાળવણી સંદર્ભે ચાલી રહેલા સતત વિવાદ વચ્ચે આખરે મહા ગઠબંધનમાં પરસ્પર સહમતિ સધાઈ ગઈ છે. બિહારમાં આરજેડી 26, કોંગ્રેસ 9 અને ડાબેરી પાર્ટીઓ 5 સીટો પર ચૂંટણી લડશે.

કોંગ્રેસને મળી 9 બેઠકોઃ સૂત્રો અનુસાર બિહારમાં કોંગ્રેસને 9 બેઠકો આપવાને બદલે ઝારખંડમાં 2 બેઠકો ચતરા અને પલામુ આરજેડીના ખાતામાં જશે. બિહારમાં કોંગ્રેસ કટિહાર, કિશનગંજ, પટના સાહિબ, સાસારામ, બેતિયા, મુઝફ્ફરપુર, ભાગલપુર, સમસ્તીપુર તેમજ સુપૌલ અને મધેપુરામાંથી કોઈપણ એક બેઠક મેળવી શકે છે.

આવતીકાલે સત્તાવાર જાહેરાતઃ મહાગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદ આવતીકાલે બપોરે 12.15 કલાકે આરજેડી કાર્યાલય ખાતે બોલાવવામાં આવી છે. જેમાં તેજસ્વી યાદવ સહિત કોંગ્રેસ અને ડાબેરી બંનેના અગ્રણી નેતાઓ સામેલ થશે. જેમાં સત્તાવાર રીતે જણાવવામાં આવશે કે કઈ સીટ કયા રાજકીય પક્ષને ફાળવાઈ છે. સતત વિવાદ વચ્ચે આખરે મહા ગઠબંધનમાં પરસ્પર સહમતિ સધાઈ ગઈ છે. બિહારમાં આરજેડી 26, કોંગ્રેસ 9 અને ડાબેરી પાર્ટીઓ 5 સીટો પર ચૂંટણી લડશે.

ગઠબંધનમાં વિખવાદ મોટો પડકારઃ સીટ વહેંચણીને લઈને સતત વિવાદને કારણે છેલ્લા 3 દિવસથી દિલ્હીમાં RJD અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ રહી હતી. પરસ્પર સહમતિ બાદ બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાયો હતો. હજુ પણ કેટલીક બેઠકો એવી છે જ્યાં બંને પક્ષના નેતાઓ ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સીટોની વહેંચણી થઈ ગઈ હોય તો પણ નેતાઓનો ગુસ્સો કેવી રીતે શાંત કરવામાં આવશે?

  1. TMC-Congress 'Breakup': મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા અલાયન્સ બચાવવા મમતા બેનર્જીને ફોન કર્યો
  2. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આગમાં ઘી હોમ્યું, સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ડિલીટ કરી, જુઓ શું લખ્યું હતું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.