ETV Bharat / bharat

NDAની સંસદીય દળની બેઠક શરૂ, પીએમ મોદીને નેતા તરીકે પસંદ કરાશે, - bjp and nda mps meeting in delhi - BJP AND NDA MPS MEETING IN DELHI

પીએમ મોદી NDA સાંસદોના નેતા તરીકે ચૂંટાયા પછી, ગઠબંધનના વરિષ્ઠ સભ્યો જેમ કે TDPના N ચંદ્રબાબુ નાયડુ અને JD(U) ના નીતિશ કુમાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે વડા પ્રધાન સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. ગઠબંધનના કેટલાક સભ્યોએ કહ્યું કે તેઓ તેમને ટેકો આપતા સાંસદોની યાદી સોંપશે. bjp and nda mps meeting in delhi

ભાજપ અને NDA સાંસદોની આજે દિલ્હીમાં મહત્વની બેઠક
ભાજપ અને NDA સાંસદોની આજે દિલ્હીમાં મહત્વની બેઠક ((IANS))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 10:03 AM IST

Updated : Jun 7, 2024, 11:49 AM IST

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નવા ચૂંટાયેલા સાંસદો શુક્રવારે નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરવા માટે બેઠક કરશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થઈ જશે. શપથગ્રહણ રવિવારે યોજાય તેવી શક્યતા છે.

ભાજપે તેમના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ શુક્રવારે મહત્વની બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે આજે 7 જૂને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશેે, જેમાં પાર્ટીના ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓ અને નેતાઓ પણ હાજર રહેશે. આજે 7 જૂને ભાજપ સંસદીય દળની બેઠક પણ થઈ શકે છે, જેમાં ભાજપના તમામ સાંસદો એકસાથે આવશે અને નરેન્દ્ર મોદીને પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહી શકે છે. શુક્રવારે જ NDA ગઠબંધનના તમામ સાંસદોની બેઠક પણ આજે મળી રહી છે, જેમાં નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. બીજા દિવસે આવતીકાલ 8મી જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે.

આપને જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે વડાપ્રધાન આવાસ પર મળેલી એનડીએની બેઠકમાં તમામ પક્ષોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એનડીએની બેઠકમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના વડા નીતીશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના વડા એકનાથ શિંદે સહિત તમામ NDA નેતાઓએ ટેકો આપ્યો હતો.

PM આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર યોજાયેલી NDAની મહત્વપૂર્ણ બેઠકમાં NDA પક્ષોના 16 અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, પીએમ મોદીએ સૌપ્રથમ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને સતત ત્રીજી ટર્મ આપવા બદલ એનડીએનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અમે વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવા માંગીએ છીએ અને આ માટે અતૂટ સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

8 જૂને PM મોદીનો શપથ ગ્રહણ સમારોહ, વિશ્વના દિગ્ગજ નેતાઓને મોકલાયા નોતરા - PM MODI OATH CEREMONY

Last Updated : Jun 7, 2024, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.