નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પાંચ તબક્કામાં મતદાન થઇ ગયું છે. અને આગળ ચૂંટણીનો છઠ્ઠો તબક્કો 25 મેના રોજ છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 58 સંસદીય મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ઉપરાંત આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પણ સામેલ છે.
નવીન જિંદાલ છઠ્ઠા તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર: તેમાં જાણવા મળ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ઉદ્યોગપતિ નવીન જિંદાલ છઠ્ઠા તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓની પાસે કુલ 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉમેદવાર પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા, જયારે આ જ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા છે. હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલે 2009માં કોંગ્રેસ તરફથી તેઓએ કુરુક્ષેત્રની બેઠક જીત્યા હતા. 2014માં પણ તેમને ચૂંટણીમાં ભાગ લીધો હતો પરંતુ જીતી શક્ય ન હતા. ત્યારબાદ તેમણે 2019માં થયેલ લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. એ સમયે આ સીટ પર ભાજપના નાયબ સિંહ સૈનીએ વિજય મેળવ્યો હતો. જે હાલ નાયબ હરિયાણાના મુખ્યમંત્રી છે.
જિંદાલ આ વર્ષની ચૂંટણીમાં, ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના અભય ચૌટાલા અને આમ આદમી પાર્ટી (AAP)ના સુશીલ ગુપ્તાના સામે લડી રહ્યા છે. જયારે આમ આદમી પાર્ટી હરિયાણામાં કોંગ્રેસ સાથે ઈન્ડિયા એલાયન્સ બનાવી ચૂંટણી લડી રહી છે, અને ગઠબંધન અનુસાર કુરુક્ષેત્રની સીટ આપના હાથમાં આવી છે. જોકે હરિયાણાની બાકીની નવ બેઠકો પર કોંગ્રેસે પોતાની પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
બીજા ક્રમે છે સંતરૂપ મિશ્રા: ત્યાં બીજી તરફ જોતા ખ્યાલ આવે છે કે, આદિત્ય બિરલા ગ્રૂપના ભૂતપૂર્વ HR વડા અને હાલ બીજુ જનતા દળ (BJD) કટકના ઉમેદવાર, સંતરૂપ મિશ્રા આવનાર લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના બીજા ક્રમે આવતા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમણે જાહેર કરેલી સંપતિ અનુસાર તેમના પાસે અંદાજે 461 કરોડ રૂપિયાની સંપતિ છે. આ ઉપરાંત ઓડિશાના સૌથી અમીર ઉમેદવાર તરીકે તેમનું નામે સર્વપરી છે. સંતરૂપ મિશ્રા ફેબ્રુઆરીમાં આદિત્ય બિરલા ગ્રુપમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી ત્યારબાદ બીજેપીમાં જોડાયા હતા.
ત્રીજા ધનિક ઉમેદવાર સુશીલ ગુપ્તા: ચૂંટણી નિરીક્ષક સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રાઈટ્સ (એડીઆર) ના જણાવ્યા અનુસાર સુશીલ ગુપ્તા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેઓ આ ચૂંટણીના છઠ્ઠા તબક્કાના ત્રીજા સૌથી આમિર ઉમેદવાર છે. તેમના પરે લગભગ 169 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
સુશીલ ગુપ્તા આપ પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ છે. તેમણે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ટિકિટ પર મોતી નગર સીટ પરથી 2013માં દિલ્હીની ચૂંટણી લડી હતી, જોકે તેમ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પોતે શિક્ષણવિદ અને બિઝનેસ મેન છે. અને દિલ્હી અને હરિયાણામાં તેમની સંસ્થા આવેલી છે, જ્યાં15,000 વિધ્યાર્થીઓ તેમની સંસ્થામાં અભ્યાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ દિલ્હી-એનસીઆરમાં આવેલા મહારાજા અગ્રસેન હોસ્પિટલ અને મેડિકલ કોલેજોની માલિકી ધરાવે છે.
દરેક પાર્ટીમાં છે ધનિક ઉમેદવાર: એડીઆરના રિપોર્ટ અનુસાર, છઠ્ઠા તબક્કામાં ભાગ લેનાર 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સૌથી વધુ 48 કરોડપતિ ભાજપના છે. ત્યારબાદ કોંગ્રેસના 20 ઉમેદવારો કરોડપતિ છે. અને બીજા સમાજવાદી પાર્ટીના 11, ટીએમસીના 9, બીજેડીના 6, રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઈટેડના 4-4 ઉમેદવારો કરોડપતિ છે.
જ્યારે, આપના 4 ઉમેદવારોએ તેમની સંપત્તિ 1 કરોડ રૂપિયાથી વધુ હોવાની જાહેરાત કરી છે. અહી જાણવા જએવી બાબત એ છે કે, લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઉભેલા ઉમેદવારોની દીઠ સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે.