કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલા રેપ અને મર્ડર કેસના વિરોધમાં મંગળવારના રોજ જૂનિયર ડોક્ટર્સે પૂરી રીતે કામ બંધ કરી દીધું હતું અને વિરોધ કર્યું હતું, નારાજ ડોક્ટર્સે મમતા બેનર્જી પર વિવિધ માંગને લઇને દબાણ આપવાનો નિર્ણય કર્યો હતો.
પ્રદર્શનકારી ડોક્ટર્સે 10 માંગણીઓ રાખી: પ્રદર્શનકારી ડોક્ટર્સએ 8 કલાક લાંબી બેઠક પછી આ નિર્ણય કર્યો હતો. ડોક્ટર્સે કહ્યું હતું કે, જ્યાં સુધી અમને સુરક્ષા અપાતી નથી ત્યાં સુંધી અમારું પ્રદર્શન ચાલુ રહેશે, તેઓએ હોસ્પિટલની સુરક્ષાને મજબૂત કરવા, સ્વાસ્થ્યના પાયામાં સુધાર કરવો અને હોસ્પિટલ્સમાં ધમકી અને રાજનીતિ ખતમ કરવા જેવી 10 માંગણીઓ રાખી હતી.
સીબીઆઇની તપાસ ધીમી છે: પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટે એક નિવેદનમાં કહ્યું કે, અમે આજથી સંપૂર્ણ હડતાળ પર પાછા ફરવા માટે બંધાયેલા છીએ. જ્યાં સુધી અમને સલામતી, દર્દીની સેવાઓ અને ડરના રાજકારણ અંગે સરકાર તરફથી સ્પષ્ટ જવાબ નહીં મળે ત્યાં સુધી અમારી પાસે અમારી સંપૂર્ણ હડતાળ ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. મોરચાએ વધુમાં કહ્યું હતું કે અમને ખ્યાલ આવી ગયો છે કે, સીબીઆઈની તપાસ કેટલી ધીમી છે. આપણે અગાઉ ઘણી વખત જોયું છે કે સીબીઆઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી, જેના કારણે આરોપો દાખલ કરવામાં વિલંબ થવાને કારણે આવી ઘટનાઓમાં અસલી ગુનેગારોને રાહત મળે છે.
ડોક્ટર્સ લાંબી ન્યાયિક પ્રક્રિયાથી નિરાશ: તબીબોએ વધુમાં કહ્યું કે, આ જઘન્ય ઘટનામાં સુપ્રીમ કોર્ટે માત્ર સુનાવણી મોકૂફ રાખી છે અને કાર્યવાહીની વાસ્તવિક અવધિ ઘટાડી છે. અમે આ લાંબી ન્યાયિક પ્રક્રિયાથી નિરાશ અને ગુસ્સે છીએ. જુનિયર ડોકટર્સનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્ય ટાસ્ક ફોર્સ સાથે બેઠક બોલાવવાની તેમની માંગનો જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું કે, અમારી 5 માંગણીઓ અંગે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે ચર્ચા કરવામાં આવી છે. અમે 26મી અને 29મી જુલાઈએ અમારી માંગણીઓનું પુનરાવર્તન કર્યું અને મુખ્ય સચિવને સરકારની લેખિત સૂચનાઓનો તાત્કાલિક અમલ કરવા વિનંતી કરી હતી.
ઘટનાને 52 દિવસ વીતી ગયા: ડોક્ટર્સે કહ્યું કે, તે ઈમેઈલમાં અમે મુખ્ય સચિવને રાજ્ય ટાસ્ક ફોર્સ સાથે બેઠક બોલાવવા માટે પણ વિનંતી કરી હતી. જેમાં જુનિયર ડોક્ટર્સને પણ સામેલ કરવા જોઈએ. કમનસીબે, રાજ્ય સરકારે આવી બેઠક બોલાવી ન હતી. એટલું જ નહીં અને અમારા પત્રોનો જવાબ પણ આપ્યો ન હતો. નારાજગી વ્યક્ત કરતાં તબીબોએ કહ્યું હતું કે, 9 ઓગસ્ટે બનેલી ઘટનાને 52 દિવસ વીતી ગયા છે. છતાં અમને સુરક્ષાને લઈને કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો: