ETV Bharat / bharat

Udhayanidhi Stalin: સનાતન ધર્મની ટિપ્પણી પર SCએ ઉધયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી...

સુપ્રીમકોર્ટે તમિલનાડુના મંત્રી અને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનને 'સનાતન ધર્મ' પરના નિવેદન બદલ સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટાલિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. તેઓ મંત્રી છે, સામાન્ય માણસ નથી. હકીકતમાં, સપ્ટેમ્બર 2023ના રોજ, ચેન્નાઈના કામરાજર અખાડામાં સનાતન નાબૂદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્ટાલિને સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી. તેમણે સનાતનની સરખામણી મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના વાયરસ સાથે કરી હતી.

Udhayanidhi Stalin
Udhayanidhi Stalin
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 7:27 PM IST

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે તમિલનાડુના મંત્રી અને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે વ્યક્તિએ પોતાના નિવેદનોને લઈને ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. તમારે નિવેદનના પરિણામોથી વાકેફ હોવું જોઈએ. તમે મંત્રી છો સામાન્ય માણસ નથી. આપને જણાવી દઈએ કે, ઉધયનિધિ વિરુદ્ધ કર્ણાટક, યુપી, જમ્મુ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. તે જ સમયે, સ્ટાલિને 'સનાતન ધર્મ' વિશેની તેમની ટિપ્પણી અંગે દાખલ કરાયેલી એફઆઈઆરને એકસાથે એકત્રિત કરવાના નિર્દેશોની માંગ સાથે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ - સુપ્રીમ કોર્ટઃ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સચિન દત્તાની ખંડપીઠે કહ્યું કે, આપે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. કલમ 19(1)(A) અને અનુચ્છેદ 25 અધિકારોનો દુરુપયોગ કર્યો છે. હવે તેઓ સુપ્રીમ કોર્ટ પાસે કલમ 25 હેઠળ રક્ષણ માંગી રહ્યા છે. તમે સામાન્ય માણસ નથી, મંત્રી છો. તમારે તમારા નિવેદનના પરિણામો જાણવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે તેઓ હાઈકોર્ટનો પણ સંપર્ક કરી શકે છે.

તમામ એફઆઈઆરને એકસાથે લિંક કરવાની અપીલઃ સ્ટાલિન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું કે, તેમના અસીલે તમામ હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે. તેને સતત આમાં બાંધી દેવામાં આવે છે, તે પ્રોસિક્યુશન સમક્ષ હેરાનગતિ છે. એફઆઈઆરને એક જગ્યાએ ક્લબ કરવા પર ભાર મૂકતા સિંઘવીએ અર્નબ ગોસ્વામી, નુપુર શર્મા, મોહમ્મદ ઝુબેર અને અમીશ દેવગનના કેસનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં સુપ્રીમ કોર્ટે એફઆઈઆરને ક્લબ કરવા માટે સંમતિ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ દાખલ કરાયેલા કેસોના તથ્યો પર ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટ આ જ કેસ સાથે સંબંધિત કેસોને ક્લબ કરતી રહી છે.

સિંઘવીએ દલીલ કરી હતી કે, આ બંધ દરવાજા પાછળ યોજાયેલી સભા હતી, જાહેર રેલી ન્હોતી. કેસની યોગ્યતા FIRને ક્લબ કરવાની અરજીને અસર કરશે નહીં. સિંઘવીએ વધુમાં કહ્યું કે, 'હું યોગ્યતા પર એક પણ શબ્દ નથી બોલી રહ્યો, તેથી એવું ન વિચારો કે હું વાજબી ઠેરવી રહ્યો છું, નકારી રહ્યો છું, ટીકા કરી રહ્યો છું'. દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 15 માર્ચ સુધી ટાળી દીધી છે.

સનાતન પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુંઃ ગયા વર્ષે, સપ્ટેમ્બર 2023 માં એક કોન્ફરન્સમાં બોલતા, ઉધયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેને નાબૂદ કરવો જોઈએ. કેટલીક બાબતોનો માત્ર વિરોધ ન કરવો જોઈએ પણ તેને મૂળમાંથી નાબૂદ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોના વાયરસનો વિરોધ કરી શકતા નથી, તેને ખતમ કરવો પડશે. આ રીતે આપણે સનાતનનો નાશ કરવાનો છે. તેમના નિવેદન પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં, ઉધયનિધિ સ્ટાલિન તેમના શબ્દ પર અડગ રહ્યા અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ હંમેશા સનાતન ધર્મનો વિરોધ કરશે.

  1. Supreme Court: સંસદ કે વિધાનસભામાં વોટ કે ભાષણ માટે લાંચના આરોપોમાંથી સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર
  2. Bilkis Bano Case Convicts: બિલ્કીસ બાનો કેસના બે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.