કાનપુર: કાનપુરમાં શિક્ષણ ભરતી અંગે ચેતરપિંડીનો ગુનો સામે આવ્યો છે. જેમાં છેતરપિંડી કરનારાઓએ 9 લોકો સાથે છેતરપિંડી કરી અને તેમને ઇન્ટર કોલેજમાં સરકારી નોકરી અપાવી હતી. આ અંગે જિલ્લા શાળા નિરીક્ષક વતી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ, સર્વેલન્સ ટીમ અને એસઆઈટીએ મળીને કેસની તપાસ કરી હતી. આથી ગુરુવારના રોજ કર્નલગંજ પોલીસે આ છેતરપિંડીના ગુના વિશે માહિતી મેળવી તેનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અહી નોંધનીય બાબત એ છે કે, પકડાયેલા આરોપીઓએ પોલીસને ચોંકાવનારી માહિતી આપી છે.
છેતરપિંડી કરી 9 લોકોને નિમણૂક પત્રો મોકલ્યા: ડીસીપી સેન્ટ્રલ આરએસ ગૌતમે કહ્યું કે, કેટલાક લોકોએ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન સિલેક્શન બોર્ડના અધિકૃત ઈમેલ આઈડી જેવું જ મેઈલ આઈડી બનાવ્યું છે. આ પછી, આ મેઇલ આઈડી દ્વારા, શિક્ષક ભરતી પસંદગી પેનલ સાથે જિલ્લા શાળા નિરીક્ષક, કાનપુર નગરને 9 લોકોના નિમણૂક પત્રો મોકલવામાં આવ્યા હતા. આ પછી, લગભગ 9 લોકોની વિવિધ ઇન્ટર કોલેજોમાં પોસ્ટિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આની પાછળ આંતરરાજ્ય ગેંગ કામ કરતી હતી. જે કરીને આ લોકોએ બદલામાં મોટી રકમ એકઠી કરી હતી.
શાળા નિરીક્ષકે આ અંગે ફરિયાદ કરી: ડીસીપી સેન્ટ્રલએ આ મુદ્ધ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, થોડા સમય પછી, જ્યારે શંકા થઈ ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં ગતિવિધિઓને જોતાં મામલો શંકાસ્પદ જણાયો હતો. આ પછી જિલ્લા શાળા નિરીક્ષકે આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસ અને SITએ મળીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. સર્વેલન્સ અને અન્ય તપાસ દ્વારા, કર્નલગંજ પોલીસે કડીઓ જોડી અને આરોપીઓ સુધી પહોંચી હતી.
![કાનપુર શિક્ષક ભરતી કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ, છેતરપીંડી કરી આપતા હતા શિક્ષકની નોકરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-06-2024/up-kan-03-up10075_06062024210612_0606f_1717688172_111.jpg)
કુલ 5 આરોપીઓની ધરપકડ: ગુરુવારે કર્નલગંજ પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓ શિવમ વિશ્વકર્મા, લાલજી સિંહ, દિનેશ કુમાર પાંડે, અભિનવ ત્રિપાઠી, વિવેક દ્વિવેદીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન અને 11500 રૂપિયા પણ મળી આવ્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે.