મુંબઈઃ જિયોમાર્ટ ઝારખંડના 10,000 કારીગરો અને વણકરોના સશક્તિકરણ માટે 3 લાખ અનોખી પ્રોડક્ટ્સના વેચાણ માટે નિર્ણય કર્યો છે. જે 10 રાજ્ય સરકારના એમ્પોરિયમ ઉપરાંત 23 રાજ્યોમાં ફેલાયેલી 90+ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
રાષ્ટ્રવ્યાપી કલાનો ફેલાવોઃ રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ વિંગ જિયોમાર્ટે દેશના કારીગર વર્ગ તથા પરંપરાગત વણકરો સહિત નાના-પાયાના વિક્રેતાઓના સશક્તિકરણ માટે આજે ઝારખંડના રાજ્ય સરકાર એમ્પોરિયમ, JASCOLAMPF તેમજ ઝારખંડના સરકારી સાહસ JHARCRAFT સાથે કોલોબ્રેશનની જાહેરાત કરી છે. આ સંયુક્ત પહેલથી ઝારખંડના કારીગરવર્ગનું ઉત્થાન થશે અને તેમની કલાના ફેલાવાને રાષ્ટ્રવ્યાપી બનાવાશે. આ કોલોબ્રેશનથી ગુમલા, સરાઈકેલા અને પલામાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરોના અસંખ્ય કારીગરોને જિયોમાર્ટ માર્કેટપ્લેસ દ્વારા યોગ્ય મંચ પૂરો પડાશે. હવે, આ કારીગરોને તેમની હસ્તકલાની બેનમૂન કૃતિઓને દર્શાવવાની ક્ષમતાની પ્રાપ્તિની સાથે દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા તેમજ તેમના વ્યાપારને વિસ્તારવા માટે આ પ્લેટફોર્મ દ્વારા ઓફર કરાતી સુવિધા પણ પ્રાપ્ત થશે.
GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સઃ ઝારખંડની રાજ્ય સરકારના એમ્પોરિયમ, JASCOLAMPFને હવે આરંભિક સમયે પડતી મુશ્કેલીઓને નિવારતો એક મંચ પ્રાપ્ત થશે. આ નિર્ણય દ્વારા જિયોમાર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની ચીજો, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપ્લિક કારીગરી, ઝરદોશી વર્ક, તેસાર હાથવણાટની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટીચ ડ્રેસ મટિરિયલ્સ, હસ્તકલાની બેગ, ચાદરો, ચિત્રો અને ગૃહ સુશોભનની ચીજો તથા હસ્તનિર્મિત માનવ કલાની અન્ય ઘણી વેરાઈટી જેવી GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ શોધવા તથા ખરીદવાની તક પ્રાપ્ત થશે. આનાથી સ્વદેશી કલાકારીગરી સાથે નિકટતાનો નાતો રચવા ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને સાર્થક પણ કરી શકાશે, કે જે ભારતના વડાપ્રધાનની પરિકલ્પના, આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરે છે.
JASCOLAMPFના એમડીનું નિવેદનઃ આ પ્રસંગે ઝારખંડ સ્ટેટ કો-ઓપરેટિવ લાખ માર્કેટિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ ફેડરેશન લિ.ના (JASCOLAMPF) મેનેજિંગ ડાયરેક્ટર રાકેશકુમાર સિંઘે જણાવ્યું હતું કે, “ઝારખંડના આ કલાકારો, હસ્તકળાના વણકરો તથા કારીગરો પાસે પેઢી દર પેઢી પ્રાપ્ત થયેલા કૌશલ્યનો અમૂલ્ય વારસો છે જે આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર પ્રસ્તુત કરે છે.
JHARCRAFTના ડેપ્યુટી જનરલનું નિવેદનઃ ઝારખંડ સિલ્ક ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના (JHARCRAFT) ડેપ્યૂટી જનરલ મેનેજર, અશ્વિની સહાયે જણાવ્યું હતું કે, ઘરઆંગણાની પ્રોડક્ટ્સની ખાસ જરૂરિયાતોને સમજે તેવા જિયોમાર્ટ જેવા સ્વદેશી પ્લેટફોર્મને લોંચ કરવાનો અમને આનંદ છે. અમારા માટે, આ લોંચ ઝારખંડના તમામ વૈવિધ્યપૂર્ણ કલા સ્વરૂપો વડે જિયોમાર્ટ બજારસ્થળને સમૃદ્ધ બનાવવાની અમારી વચનબદ્ધતાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ રીતે કારીગરોને લાભ થશે અને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જળવાઈ રહેશે.