શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે ગુલમર્ગમાં નિયંત્રણ રેખા (LOC) નજીકના બોટાપાથરના નાગિન વિસ્તાર પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ચાર જવાનો ઘાયલ થયા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 18 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ના વાહનને બોટાપાથરથી આવતા સમયે નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં સૈનિકો સાથે મુસાફરી કરી રહેલો એક પોર્ટર (કુલી) ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાછળથી કુલીનું મૃત્યુ થયું હતું.
તેમણે કહ્યું કે, આ હુમલો લશ્કરની હાજરીવાળા વિસ્તારમાં થયો હતો કારણ કે તે એલઓસીની બાજુમાં છે. હુમલા બાદ સેના અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Terrorist attack on an Army vehicle which was part of a convoy in J&K's Baramulla in which a civilian porter has been killed. Four soldiers have also been injured in the attack. More details awaited: Army Officials pic.twitter.com/WCI5pCa2RS
— ANI (@ANI) October 24, 2024
દરમિયાન, સુરક્ષા દળોએ હુમલાનો તરત જ વળતો જવાબ આપ્યો અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. બારામુલા પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની વાતની પુષ્ટિ થઈ છે. પોલીસે કહ્યું, "બારામુલા જિલ્લાના બુટાપાથર સેક્ટરમાં નાગિન પોસ્ટની આસપાસ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. તથ્યોની પુષ્ટિ કર્યા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે."
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક મજૂર રહસ્યમય રીતે ઘાયલ થયાના થોડા કલાકો બાદ ગુલમર્ગમાં હુમલો થયો હતો. પુલવામાના ત્રાલ વિસ્તારમાં ઉત્તર પ્રદેશનો રહેવાસી પ્રિતમ સિંહ નામનો મજૂર ઘાયલ થયો છે. જોકે, પોલીસે આ ઘટના આતંકવાદ સંબંધિત હોવાની પુષ્ટિ કરી નથી.
Shocked & deeply saddened by the militant attack on an army convoy in Baramulla in which a civilian porter has been killed. Condemn it unequivocally & pray for the swift recovery of the injured soldiers.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 24, 2024
મહેબૂબા મુફ્તીએ કહ્યું, હું આ ઘટનાથી સ્તબ્ધ છું
બારામુલ્લામાં સૈન્યના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાથી સ્તબ્ધ અને ખૂબ જ દુ:ખી છું, જેમાં એક નાગરિક પોર્ટરનું મોત થઈ ગયું. તેમણે કહ્યું કે, હું આની નિંદા કરું છું અને ઘાયલ સૈનિકોના ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
20 ઓક્ટોબરે ગાંદરબલમાં આતંકી હુમલો થયો હતો
અગાઉ, 20 ઓક્ટોબરના રોજ, આતંકવાદીઓએ ગાંદરબલમાં નિર્માણાધિન ઝેડ-મોડ સુરંગમાં કામ કરતા કામદારોના રહેણાંક કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 6 કામદારો અને એક ડૉક્ટર માર્યા ગયા હતા. આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો: