નવી દિલ્હી: IPL 2024ની 59મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ મહત્વ પૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં બંને ટીમો આ મેચ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે. જોકે, આ મેચ ગુજરાત માટે કરો યા મરો છે, જો ગુજરાત ટાઈટન્સ આ મેચમાં વિજય ન થઈ તો ને હાર સાથે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આ મેચ પહેલા, બંને ટીમો વિશે વધુ માહિતી જાણો.
બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન: આઈપીએલની વર્તમાન સિઝનમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો ચેન્નાઈની ટીમ 11માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ચેન્નાઈએ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, 11 મેચમાંથી માત્ર 4 મેચ જીત્યા પછી, શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના 10માં ક્રમાંકે છે. ગુજરાતને તેની છેલ્લી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તેથી પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો હવે ઘણો મુશ્કેલ દેખાય છે.
GT vs CSK મુકાબલો: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના રેકોર્ડ વિષે જાણીએ તો બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈએ 3-3 વખત જીત મેળવી છે. ગુજરાતે પ્રથમ 3 મેચ જીતી હતી. તો છેલ્લી 3 મેચમાં ચેન્નાઈનો વિજય થયો. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર મેચમાં ચેન્નાઈએ ગુજરાતને 63 રનના માર્જિનથી હરાવ્યું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વિશે વાત કરીએ તો તે બેટ્સમેન માટે અનુકૂળ છે. હાઈ સ્કોરિંગ મેચો અહીં જોવા મળે છે. અહીંની પીચ કાળી માટી તેમજ લાલ માટી બંનેથી બનેલી છે. લાલ માટીની પીચ સ્પિનર બોલરો માટે મદદરૂપ છે. તો કાળી માટીવાળી પીચ ઝડપી બોલરોને વધુ મદદરૂપ છે.
GT ની તાકાત અને નબળાઈઓ: ગુજરાત ટાઇટન્સની તાકાત તેમના ઓલરાઉન્ડર છે, જે ગમે ત્યારે મેચનો માર્ગ અને ગતિ બદલવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, પૂર્વ સિઝનની ફાઇનલિસ્ટ ગુજરાતની ટીમ આ સિઝનમાં સરખો દેખાવ કરી શકી નથી. ઓપનરો સ્થિર શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા છે. ટીમમાં શમીની ખોટ દેખાય રહી છે, મોહિત શર્મા અને રાશિદ ખાનની બોલિંગમાં કોઈ વધરે નવો જોશ દેખાયો નથી. શુભમન ગિલ પણ અત્યારે સારા લયમાં નથી. ચેન્નાઈ સામે જીતવા માટે ગુજરાતે રમતના દરેક વિભાગમાં તકેદારી સાથે શાનદાર પ્રદર્શન કરવાની જરૂર છે.
CSKની તાકાત અને નબળાઈઓ: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ દિગ્ગજોથી ભરેલી ટીમ છે. એમએસ ધોની જે અનુભવી છે, જ્યારે કેપ્ટન ગાયકવાડ પણ શાનદાર પ્રદર્શન કરે છે. સીએસકેની આ સિઝનમાં બેટિંગ ગાયકવાડના કબજામાં વધુ જોવા મળે છે. જો કે છેલ્લી કેટલીક મેચોમાં ચેન્નાઈ તેના શ્રેષ્ઠ પ્રદર્શન આપવાના નિષ્ફળ ગયા છે. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેનું પ્રદર્શન છેલ્લી કેટલીક મેચોમાં કી વધુ પ્રભાવશાળી રહ્યું નથી. CSKને IPLની આગામી મેચોમાં ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પથરાનાની ખોટ થશે, જેમણે આ સિઝનમાં ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી છે.
બંને ટીમોના સંભવિત પ્લેયર:
ચેન્નાઈ સુપર કિંગ્સ: અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રિચર્ડ ગ્લેસન, તુષાર દેશપાંડે.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, નૂર અહેમદ, મોહિત શર્મા, જોશુઆ લિટલ.