નવી દિલ્હી: ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિને રાજ્યસભામાં માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને નોમિનેટ કર્યા છે, તેથી હવે સુધા મૂર્તિ હવેથી રાજ્યસભાના સાંસદની ભૂમિકામાં જોવા મળશે.
PM મોદીએ આપી શુભેચ્છા: પીએમ મોદીએ લખ્યું કે સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધા મૂર્તિનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે રાજ્યસભામાં તેમની હાજરી એ આપણી 'મહિલા શક્તિ'નો એક શક્તિશાળી પ્રમાણ છે, જે આપણા દેશનું ભાગ્ય ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે અને હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.
સુધા મૂર્તિના પતિ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ છે. તેમના જમાઈ ઋષિ સુનક હાલમાં બ્રિટનના વડાપ્રધાન છે. ઋષિએ અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. અક્ષતા મૂર્તિ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે. રોહન ભારતના ક્લાસિકલ લાઇબ્રેરીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટઅપ સોરોકોના સ્થાપક છે.
સુધા મૂર્તિ પોતે પુસ્તકો લખવાના શોખીન છે. તેમણે આઠ પુસ્તકો લખ્યાં છે. તેમની વાર્તાઓ ખૂબ જ પ્રેરણાદાયી છે. તેઓ ટેલ્કોમાં કામ કરનારી પ્રથમ મહિલા એન્જિનિયર પણ રહ્યાં છે. Telco એ ભારતની સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની છે.
સુધા મૂર્તિએ તેમના પતિ નારાયણ મૂર્તિને તે સમયે મદદ કરી જ્યારે તેઓ ઈન્ફોસિસની સ્થાપના કરવા માંગતા હતા. તે સમયે સુધા મૂર્તિએ તેમને 10 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુધા મૂર્તિ જે કોલેજમાં ભણતા હતા (એન્જિનિયરિંગ) તે બેચમાં તે એકમાત્ર ફિમેલ વિદ્યાર્થી હતા. તેણીએ સમગ્ર વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટરમાં પીજીની ડિગ્રી લીધી હતી.