નૌશેરાઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાએ નૌશેરા વિસ્તારમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ રીતે સુરક્ષા દળોએ આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
Based on inputs from intelligence agencies and #JKP regarding a likely infiltration bid, an anti-infiltration Operation was launched by #IndianArmy on the intervening night of September 8 in general area of Lam, Nowshera. Two terrorists have been neutralised and a large quantity… pic.twitter.com/rtY9eOSGPJ
— ANI (@ANI) September 9, 2024
વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે સુરક્ષા દળોને ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી નૌશેરાના લામ વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિ વિશે માહિતી મળી હતી. આ માહિતી પર સુરક્ષા દળોએ ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળો શંકાસ્પદ ઠેકાણા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો અને તેમના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન સુરક્ષા દળો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. આ ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર કરાયા હતા, જ્યારે સર્ચ દરમિયાન આતંકીઓ પાસેથી મોટી માત્રામાં ઘાતક સામગ્રી મળી આવી હતી. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના લોકોનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાતાવરણ બગાડવા માટે સરહદ પારથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા લોકોમાં ડર ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે કડક પગલાં લઈ રહી છે. ઘાટીમાં ઘણા સ્તરો પર આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળો આતંકવાદીઓના દરેક પ્રયાસનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.