ETV Bharat / bharat

ધરમપુરના ધામણી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા, નદી ઉપર કોઝવે અથવા બ્રિજ બનાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને મહિલાઓએ આવેદન પત્ર આપ્યું - Dhamani village of Dharampur - DHAMANI VILLAGE OF DHARAMPUR

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામે આવેલા બાફળી પાડામાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગથી ફળિયામાં જવા માટેનો માર્ગ ન હોવાને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે.

પ્રાંત અધિકારીને મહિલાઓએ આવેદન પત્ર આપ્યું
પ્રાંત અધિકારીને મહિલાઓએ આવેદન પત્ર આપ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 8:04 PM IST

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામે આવેલા બાફળી પાડામાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગથી ફળિયામાં જવા માટેનો માર્ગ ન હોવાને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં વચ્ચે આવતી માન નદી ઉપર બ્રિજ ન હોવાને કારણે ચોમાસા દરમિયાન સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ નદીના પ્રવાહમાં ઉતરીને જવાની ફરજ પડે છે. સાથે જ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. હોસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના નિષ્ફળ નિવડી હોવાનું સ્થાનિક મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું. ત્યારે પીવાનું પાણી મુખ્ય માર્ગ અને બ્રિજ બનાવાય એવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપ્યું છે.

ધરમપુરના ધામણી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા (Etv Bharat Gujarat)

200 થી વધુ ઘરો આવેલા છે: ધામણી ગામે બાફળી પાડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી લોકોની હાલત દઈનિય છે. જે અંગે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈને પ્રાંત અધિકારી ધરમપુરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ફળિયામાં 200થી વધુ ઘરો આવેલા છે. જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ફળિયામાં એકમાત્ર હેન્ડ પંપ આવેલો છે અને એમાં પણ જડતર નીચે સુધી ચાલી ગયું છે. જેથી મહિલાઓને પાણી ભરવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે.

108 ફળિયામાં આવતી નથી: ધામણી ગામના બાફડી પાડા ફળિયામાં મુખ્ય માર્ગથી ફળિયામાં આવતો રોડ ન હોવાને કારણે તેમજ માર્ગમાં નાર નદી વહેતી હોય 108 એમ્બ્યુલન્સ પણ ફળિયામાં આવી શકતી નથી જેના કારણે ચોમાસા અને અન્ય દિવસો દરમિયાન દર્દીઓને સારવાર માટે લઈ જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. ફળિયામાંથી મુખ્ય માર્ગ સુધી દર્દીને ઘણીવાર ઉચકી લઈ જવાની ફરજ પડે છે.

અસ્ટોલ ગ્રુપ યોજના અહી પોહોંચી નથી: ધામણી બાફડી પાડા ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા છે. અહી પીવાનું પાણી લેવા મહિલાઓને છેક નદીમાં કે એક માત્ર હેન્ડ પંપ ઉપર જવાની ફરજ પડે છે. સરકારની અસ્ટોલ ગ્રુપ પાણી યોજના પણ અહી નીષ્ફળ નીવડી છે. જેના કારણે મહિલાઓની હાલત દયનીય બની છે.

નાર નદી ઉપર બ્રિજ ન હોવાને કારણે મુશ્કેલી: મુખ્ય માર્ગથી ફળિયામાં જવા કાચો માર્ગ છે પરંતુ માર્ગમાં માન નદી પસાર થતી હોય તેના ઉપર કોઈ બ્રિજ કે કોઝવે ન હોવાને કારણે ફળિયામાં રહેતા લોકોએ મુખ્ય માર્ગ ઉપર આવવા માટે નદી પાર કરવી પડે છે. ચોમાસા દરમ્યાન તેમની હાલત કફોડી બને છે ત્યારે બ્રિજ અથવા કૉઝવે બનાવવાની માંગ આવેદન પત્રમાં કરવામાં આવી છે.

આમ આજે ગામની મહિલાઓએ સમસ્યાને લઈ ધરમપુર પ્રાંતને આવેદન પત્ર સુપરત કરી પાણી,રોડ અને બ્રિજની માંગ કરી છે.

  1. વિરોધ દર્શાવવામાં વિપક્ષ નીરસ ? કચ્છમાંથી કેટલું ડ્રગ્સ ઝડપાયું ! ડ્રગ્સના વિરોધમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસને જ ખબર નથી... - Kutch drug trafficking
  2. દલિત સમાજની રેલી અને મહાસંમેલનની સામે ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ - Junagadh Dalit Yuvak Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.