મુંબઈ: મુંબઈના ઘાટકોપર ઈસ્ટના પંત નગરમાં હોર્ડિંગ દુર્ઘટના મામલે ત્રણ દિવસ બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે સાંજે 51 વર્ષીય ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને લગભગ 74 લોકો ઘાયલ થયા છે.
આરોપીની ધરપકડ: મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ઘાટકોપર હોર્ડિંગ ધ્વસ્ત કેસમાં ઈગો મીડિયાના માલિક ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ કરી છે, અને તેને મુંબઈ લાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થતાં 16 લોકોના મોત થયા હતા અને લગભગ 75 લોકો ઘાયલ થયા હતા.
બચાવ કામગીરી પૂર્ણ: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના પર શોક વ્યક્ત કરતા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર ભૂષણ ગાગરે ગુરુવારે કહ્યું કે, આ એક દુ:ખદ ઘટના છે અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગગરાણીએ કહ્યું કે, આ દુ:ખદ ઘટનામાં 16 લોકોના મોત થયા છે, અન્યને બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં એક સક્રિય પેટ્રોલ પંપ હોવાથી અમારે બચાવ કાર્યમાં વધારે સમય લાગ્યો'.
ઘટનાની જવાબદાર જાહેરાત એજન્સી: અગાઉ મુંબઈ પોલીસે પંતનગર પોલીસ સ્ટેશનમાં માલિક ભાવેશ ભીડે અને અન્યો વિરુદ્ધ IPC 304, 338, 337 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. 13 મેના રોજ, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભારે પવન વચ્ચે એક મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં 16 લોકોના મોત થયા હતા અને લગભગ 75 લોકો ઘાયલ થયા હતા. ભાવેશ ભીડે ઘાટકોપરમાં પડેલા હોર્ડિંગ્સ ઉભા કરવા માટે જવાબદાર જાહેરાત એજન્સી અને હોર્ડિંગ કંપની ઈગો મીડિયાના ડિરેક્ટર છે, તેમની ધરપકડ કરવામાં આવી છે.