બેતિયા: બિહારના બેતિયામાં એક પતિ પર આરોપ છે કે, તેણે પોતાની પત્નીને જીવતી સળગાવી દેવાની કોશિશ કરી. પત્ની છેલ્લા 8 મહિનાથી ગર્ભવતી હતી અને તેનો દાઝેલી હાલતમાં ઇલાજ ચાલી રહ્યો છે. સ્થાનિક અને પરિજનોએ આરોપી પતિને દોરડાથી બાંધીને GMCH લઇને પહોંચી હતી મહિલાની હાલત બહું જ ગંભીર હતી. ચહેરા, હાથ અને પેટનો ભાગ ખરાબ રીતે દાઝી ગયો હતો.
પત્નીને જીવતી સળગાવી દેવાની કોશિશ: પેટ્રોલ છાંટીને સળગાવવાના લીધે મહિલા થોડી જ સેકન્ડોમાં આગની ઝપેટમાં આવી ગઇ હતી. તેના અવાજથી પરિજન અને સ્થાનિક રુમ તરફ ભાગ્યા હતા. દાઝેલી હાલતમાં તેને લઇને લોકો PHC લઇને પહોંચી ગયા હતા. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પછી GMCH મોકલી આપી હતી. પત્ની 8 મહિનાની ગર્ભવતી હતી.
જિંદગી માટે લડી રહેલી સ્ત્રી: દાઝેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, તેના જમાઇનું કોઇ બીજી સ્ત્રી સાથે અફેર હતું. જે વાતે હમેશા તેમની દિકરી વિરોધ કરતી હતી. કાલ રાત્રે ફોન પર મારો જમાઇ તે છોકરી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. મારી દિકરીએ વિરોધ કર્યો તો મારા જમાઇએ મારી દિકરી પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અવાજના કારણે સ્થાનિકોએ આગને બુઝાવી અને મારી દિકરીને હોસ્પિટલ પહોંચાવી હતી.
પોલીસે કરી તપાસ: શેતાન પતિને સ્થાનિક લોકો અને પરિજનો દોરડાથી બાંધીને હોસ્પિટલમાં રાખી દીધો હતો. ઘાયલ મહિલા જિંદગી અને મોત વચ્ચે લડી રહી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી મજોલિયા પોલીસે તમામ ઘટનાની તપાસ કરી હતી. મજોલિયા પોલીસ સ્ટેશનના વડા અખિલેશકુમાર મિશ્રાએ જણાવ્યું કે, દાઝેલી મહિલાનો ઇલાજ ચાલી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
"પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ મહિલાનું નિવેદન લેવામાં આવશે. આરોપીને પરિવારના સભ્યો દોરડાથી બાંધીને લાવ્યા હતા, તેને મુક્ત કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો."- અખિલેશ કુમાર મિશ્રા, પોલીસ સ્ટેશન વડા, મજૌલીયા.
આ પણ વાંચો: