સરાઈકેલા: ઝારખંડમાં એક ટ્રેન દૂર્ઘટના સર્જાય છે. હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દૂર્ઘટના ચક્રધરપુર ડિવિઝનના બડાબમ્બો-રાજખારસાંવ રેલવે સ્ટેશન વચ્ચે સર્જાય છે, આ દૂર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જ્યારે 2 લોકોના મોત થયાં છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
झारखंड: चक्रधरपुर डिवीजन में राजखरसवान वेस्ट आउटर और बाराबांबू के बीच चक्रधरपुर के पास सुबह करीब 3:45 बजे ट्रेन नंबर 12810 हावड़ा-CSMT एक्सप्रेस पटरी से उतर गई। ARME स्टाफ और ADRM CKP के साथ मौके पर मौजूद हैं। 6 लोग घायल हुए हैं। रेलवे मेडिकल टीम ने सभी को प्राथमिक उपचार दिया है:… pic.twitter.com/FCX9rgf7gN
— ANI_HindiNews (@AHindinews) July 30, 2024
હાવડા-મુંબઈ મેલ ટ્રેન નંબર 12810 મંગળવારે સવારે 4.30 વાગ્યે હાવડા-મુંબઈ રૂટ પર ચક્રધરપુર ડિવિઝનના બડાબમ્બો-રાજખારસાંવ રેલવે સ્ટેશન વચ્ચે પોટો બેડા ગામ નજીક અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનની ચાર જનરલ બોગી સિવાય અન્ય તમામ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. આમાં ઘણા લોકો ઘાયલ થવાના અહેવાલ છે. વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
#UPDATE मुंबई-हावड़ा मेल के B4 कोच में यात्रा कर रहे एक यात्री की मृत्यु हो गई है। एक और यात्री के B4 कोच में फंसे होने की खबर है, जिसे निकालने का काम जारी है: सूचना एवं जनसंपर्क विभाग, झारखंड https://t.co/1ZVQmM1rNV
— ANI_HindiNews (@AHindinews) July 30, 2024
ઘટનાની માહિતી મળ્યા બાદ સેરાઈકેલા-ખારસાંવના ડેપ્યુટી કમિશનર રવિશંકર શુક્લા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે. રેલવે દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને ચક્રધરપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
દૂર્ઘટના સમયે મોટાભાગના રેલ્વે મુસાફરો સૂઈ રહ્યા હતા. જેમાંથી કેટલાક ઘટના બાદ બોગીમાંથી બહાર આવ્યા હતા. કેટલાક ત્યાં ફસાયેલા રહ્યા. જેમને બચાવવામાં આવી રહ્યા છે. હાલમાં ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી.