દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને દાનવીર રતન નવલ ટાટાનું બીમારીના કારણે 86 વર્ષેની વયે અવસાન મુંબઈ ખાતે અવસાન થયું છે. ત્રણ દાયકા સુધી ટાટા ગ્રુપ ઓફ કંપનીનું સુકાન સંભાળનાર રતન ટાટાની જીવન કહાની પ્રેરણાદાયી છે. વાંચો કોણ હતા રતન ટાટા
રતન ટાટાનું આરંભિક જીવન: દેશના ઉદ્યોગના રતન તરીકે જાણીતા રતન ટાટાની જન્મભૂમિ ગુજરાત છે. સુરતના પારસી પરિવારમાં 28, ડિસેમ્બર - 1937ના રોજ થયો હતો. આરંભમાં મુંબઇથી શિક્ષણ મેળવ્યા બાદ રતન ટાટાએ અમેરિકા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધુ હતુ. 1991થી રતન ટાટા દેશના જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. પોતાની પહેલી નોકરી રતન ટાટાએ આઈબીએમ સાથે કરી હતી. આરંભમાં રતન ટાટા જમશેદપુર સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં કામ કર્યું હતુ. પોતાની દીર્ઘ કારકિર્દી દરમિયાન રતન ટાટાએ ટાટા જૂથ વતી અનેક કંપનીઓ સ્થાપી હતી. જેમાં ગુજરાતના સાણંદ ખાતે ટાટા નેનો, ટાટા મોટર્સ અને દેશમાં ટાટા સ્ટીલ મહત્વની છે. રતન ટાટાએ છેલ્લો અંતિમ શ્વાસ પોતાની કર્મભૂમિ મુંબઈની બ્રીચ કેન્ડી ખાતે લીધો હતો.
રતન ટાટા કેવી રીતે સફળ ઉદ્યોગપતિ બન્યા: રતન ટાટા 1955માં અમેરિકાના હાવર્ડ બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. આરંભમાં રતન ટાટા અમેરિકા સ્થાયી થવાનું વિચારતા હતા. પણ એ એરસામાં તેમના દાદીની બીમારીના કારણે સ્વદેશ પરત ફરવું પડ્યું. ટાટા પરિવારમાં સંબંધની રીતે રતન ટાટા દેશના જાણીતા ઉદ્યોગપતિ જમશેદજી ટાટાના ભત્રીજા હતા. ટાટા ઉદ્યોગની સ્થાપના જમશેદજી ટાટાએ કરી હતી. જેને 1991 બાદ રતન ટાટાએ વિકસાવ્યો હતો. ટાટા ઇન્ડસ્ટ્રી સાથે રતન ટાટા ટાટાગ્રુપના વિવિધ ઉદ્યોગો જેવા કે ટાટા સન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન હતા. આ સાથે રતન ટાટા ટાટા કન્સલટન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બિવરેજ, ટાટા ટેલિ સર્વિસ અને તાજ ગ્રુપના ચેરમેન તરીકે હતા. રતન ટાટા હંમેશાથી સમાજપયોગી કાર્ય માટે આગળ આવ્યા છે. 26 નવેમ્બર - 2008માં મુંબઈની તાજ હોટલમાં થયેલા હુમલા બાદ નિધન પામેલા તાજ કર્મચારીઓ અને હોટલ જ્યાં સુધી બંધ રહી ત્યાં સુધી વેતન ચૂકવીને આગવો ચીલો ચાતર્યો હતો.
રતન ટાટાનું એક લાખની કાર નિર્માણનું સ્વપ્ન એક SMSથી થયું સાકાર: ગુજરાત સાથે રતન ટાટાનો આગવો લગાવ રહ્યો છે. દર બે વર્ષે યોજાતી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં નિયમિત સ્વરુપે આવતા રતન ટાટા હંમેશાથી ગુજરાતમાં નવા પ્રોજેક્ટ માટે પ્રવૃત રહેતા. રતન ટાટાએ દેશમાં વઘતા જતા મધ્યમ વર્ગને એક લાખ રુપિયામાં પોસાય એવી કાર આપવા માટે સ્વપ્ન જોયું. એ માટે રતન ટાટાએ નેનો કાર નિર્માણનો આરંભ પશ્ચિમ બંગાળમા સિંગુરથી કર્યો. પણ સિંગુર ખાતે કર્મચારીઓ અને સ્થાનિક રાજકારણના કારણે નેનો કાર પ્રોજેક્ટ અન્ય સ્થળે ખસેડવો પડે એમ હતો. પશ્ચિમ બંગાળમાં સતત ચાલતા આંદોલન સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને એક એસ.એમ.એસ કર્યો કે, વેલક કમ ટુ ગુજરાત અને આ એક એસ.એમ.એસના જવાબમાં ગુજરાતને મળી ટાટા નેનો ફેકટરી. 7, ઓક્ટોબર - 2008ના રોજ સત્તાવાર રીતે જાહેરાત થઈ કે, ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે ટાટાને નેનો કારના નિર્માણ માટે આવશ્યક જમીન ફાળવણી માટે રાજ્ય સરકાર અને ટાટા મોટર્સ સાથે એમ.ઓ.યુ થયા.
રતન ટાટાની રોચક જીંદગી, વિકસિત ભારત માટે હતા સતત સક્રિય: અનેક ક્ષેત્રે પારંગત રતન ટાટા પ્લેન ઉડાવવાના શોખીન હતા. સિવિલ પ્લેનની સાથે રતન ટાટાએ વર્ષ 2007માં એરફોર્સનું એફ-16 ફાલ્કન ઉડાવનાર પહેલા ભારતીય બન્યા હતા, જે એરફોર્સના ન હતા. રતન ટાટાને ડોગ્સ પ્રત્યે બેહદ પ્રેમ હતો. સાથે વિવિધ કારનો શોખ હતો. રતન ટાટા પાસે ફેરારી, કેડિલેક, લેન્ડ રોવર, ક્રિસ્લેર, જગુઆર અને મર્સિડિઝ બેન્ડ સહિતની વિવિધ લકઝરી કારનો કાફલો હતો. પોતાની 86 વર્ષની સફળ જીંદગીમાં રતન ટાટાને અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. વર્ષ - 2000માં પદ્મભૂષણ, 2008માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. પોતાના અસીમ ધીરજ, આશા અને દેશને વિકસિત બનાવવા માટે સતત પ્રવૃત રતન ટાટા હંમેશાથી ભારતીયોના નાગરિકમાં પ્રેરક સ્થાને રહેશે.
આ પણ વાંચો: