નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે તાજેતરમાં 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ લાવવાની મંજૂરી આપી છે. આ વરિષ્ઠ નાગરિકો હવે તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ આરોગ્ય વીમા કવરેજ માટે પાત્ર બનશે.
આયુષ્માન ભારત યોજના શરૂ થઈ ત્યારથી તેના લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. સરકારના જણાવ્યા આનુસર આ યોજનામાં શરૂઆતમાં 10.74 કરોડ ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા, જે ભારતની 40 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
જાન્યુઆરી 2022 માં ભારત સરકારે 2011 ની વસ્તીની સરખામણીમાં દસ વર્ષમાં દેશની વસ્તી 11.7 ટકાની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને લાભાર્થી આધાર વધારીને 12 કરોડ પરિવારો સુધી પહોંચાવ્યો હતો. ઉપરાંત હવે દેશભરમાં કામ કરતી 37 લાખ આશાઓ, આંગણવાડી કાર્યકરો અને સહાયકો અને તેમના પરિવારોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે તેમને મફત આરોગ્ય સંભાળ માટેના લાભો પણ આપવામાં આવી રહ્યા છે.
તો આ યોજના માટે કોણ પાત્ર ધરાવે છે? વરિષ્ઠ નાગરિકો કે જેઓ પહેલાથી જ AB PM-JAY હેઠળ આવરી લેવામાં આવતા પરિવારોનો ભાગ છે તેઓને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળશે, જે તેમણે 70 વર્ષથી નીચેના પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરવાની રહેશે નહીં.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે જણાવતા કહ્યું હતું કે, '70 વર્ષ અને તેથી વધુ વયના અન્ય વરિષ્ઠ નાગરિકોને કુટુંબના ધોરણે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવશે. તે જ સમયે જેઓ પહેલાથી જ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના, ભૂતપૂર્વ સૈનિક આરોગ્ય યોજના (ECHS), અથવા આયુષ્માન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) જેવી અન્ય જાહેર આરોગ્ય વીમા યોજનાઓનો લાભ લઈ રહ્યાં છે તેઓ તેમની વર્તમાન યોજના ચાલુ રાખી શકે છે અથવા આયુષ્માન ભારત વિકલ્પ પસંદ કરી શકે છે.'
ઉપરાંત 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ ખાનગી આરોગ્ય વીમા પૉલિસી અથવા કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેઓ હજુ પણ આયુષ્માન ભારત હેઠળ લાભો માટે પાત્ર રહેશે. આ પહેલથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો સહિત અંદાજે 4.5 કરોડ પરિવારોને લાભ થવાની અપેક્ષા છે, તેમને કુટુંબના ધોરણે 5 લાખ રૂપિયા સુધીનું મફત સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવશે.
70 વર્ષથી વધુ ઉંમરના લોકો આયુષ્માન ભારત માટે કેવી રીતે અરજી કરી શકે છે?
- સૌ પ્રથમ આયુષ્માન ભારત વેબસાઇટ (https://abdm.gov.in/) પર જાઓ.
- અહીં શું હું પાત્ર છું? એવા ઓપ્શન પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર, રાજ્ય અને કેપ્ચા કોડ અહીં દાખલ કરો.
- હવે તમારી યોગ્યતા SECC ડેટાના આધારે પ્રદર્શિત થશે.
- જો તમે યોજના માટે પાત્ર છો, તો તમે અહીં અરજી કરી શકો છો.
- હવે તમારે પરિવારની ઓળખ દસ્તાવેજ આપવાનો રહેશે.
- વેરિફિકેશન પછી તમને યુનિક AB-PMJAY ID સાથેનું ઈ-કાર્ડ આપવામાં આવશે.
- તમે આનો ઉપયોગ પ્લાન કવરેજ હેઠળ હેલ્થકેર લાભો મેળવવા માટે કરી શકો છો.
આ પણ વાંચો: