મુંબઈ: મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત બાવધન બુદ્રુક ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એક મેડિકલ ટીમને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી. મૃત્યુ પામેલાઓમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે.
નવીનતમ માહિતી અનુસાર, આ ઘટના ઓક્સફોર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ બની હતી. આ અકસ્માત સવારે 7 થી 7.10 વચ્ચે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઘટનાની સંપૂર્ણ માહિતી સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે.
Maharashtra | Two people feared dead in a helicopter crash near Bavdhan in Pune district. Two ambulances and four fire tenders present at the spot.
— ANI (@ANI) October 2, 2024
(Pic Source: Pune Fire Department) https://t.co/3iuStSLkgL pic.twitter.com/mp09RSpP7m
આ પહેલા 24 ઓગસ્ટે પુણેમાં હેલિકોપ્ટર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનગી કંપનીનું આ હેલિકોપ્ટર મુંબઈના જુહુથી હૈદરાબાદ માટે ઉડ્યું હતું. આ દુર્ઘટનાનું કારણ હવામાન અને તકનીકી ખામી હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. બાદમાં તેમાં પણ આગ લાગી હતી. પાયલટ આનંદ તેને ચલાવી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: