નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર Zomato CEO દીપેન્દ્ર ગોયલની સફરની પ્રશંસા કરી. પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ , 'સરનેમ કરતાં સખત મહેનત વધારે મહત્વની છે' તેની પર ભાર મૂક્યો હતો. અગાઉ ગોયલે પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને તેમની યોજનાઓએ તેના જેવા નાના શહેરના છોકરોને ઝોમેટો જેવી કંપની બનાવવા માટે સક્ષમ બનાવ્યા છે.
નરેન્દ્ર મોદીનું શું કહેવું: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. Zomatoના CEO દીપિન્દર ગોયલની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તેમના પિતાને આશા જ હતી નહીં કે તેમનો પુત્ર આવા કોઈ મોટા સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિક તરીકે સારી કામગીરી કરશે. કારણ કે, તેઓ એક સુસ્થાપિત પરિવારમાંથી નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ભારતમાં કોઇની અટક મહત્વની નથી પરંતુ તેની મેહનત મહત્વની છે'.
પીએમ મોદીએ કરી પોસ્ટ: "આજના ભારતમાં, કોઈની અટકથી કોઈ ફરક પડતો નથી. તેની સખત મેહનત મહત્વની છે, તમારી યાત્રા ખરેખર પ્રેરણાદાયી છે, @DeepGoyal! તેઓ અસંખ્ય યુવાનોને તેમના ઉદ્યોગસાહસિક સપનાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે. અમે સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ." આ પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પોસ્ટ કરેલી એક વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું હતું.
દિપેન્દ્રના પિતાના આવા વિચારો: વીડિયો ક્લિપમાં ઝોમેટોના CEO દિપેન્દ્ર ગોયલ એવું જણાવે છે કે, જ્યારે તેણે 2008માં ઝોમેટો શરૂ કર્યો ત્યારે તેના પિતા કહેતા હતા કે "તુ જનતા હૈ તેરા બાપ કૌન હૈ". તેણે કહ્યું કે તેના પિતાનું એવું વિચારતા હતા કે તે ક્યારેય સ્ટાર્ટ-અપ કરી શકશે નહીં. કારણ કે તેઓ ખૂબ જ નાના લોકો છે. કેન્દ્ર સરકારની પહેલની પ્રશંસા કરતા દીપેન્દ્રએ કહ્યું કે, "હું પંજાબના એક નાના શહેરમાંથી આવું છું. પરંતુ છેલ્લા 16 વર્ષમાં મને લાગે છે કે, છેલ્લા 7-10 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે". "સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ્સની શ્રેણીમાં, પીએમ મોદીએ કહ્યું કે સરકારને દેશના દરેક ભાગમાં, ખાસ કરીને ટિયર-2 અને 3 શહેરોમાં યુવા ઊર્જા પર ગર્વ છે. "અમારી સરકાર સ્ટાર્ટઅપ અને સંપત્તિ સર્જનને સક્રિયપણે પ્રોત્સાહિત કરે છે," વડા પ્રધાને સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને કહ્યું.
ઈનોવેટર્સ અને ટેકનોક્રેટ્સ: ઈનોવેટર્સ અને ટેકનોક્રેટ્સે સોમવારે જણાવ્યું હતું કે, અટલ ઈનોવેશન મિશન, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવી પહેલોને કારણે ભારતીય અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું છે. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં 'વિશેષ સંપર્ક અભિયાન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને રાજીવ ચંદ્રશેખર સાથે વાતચીત કરી હતી.