નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ પાસેથી હિંદુ પક્ષની અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં શિવલિંગ જોવા મળેલા વિસ્તારનો ASI સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદરના વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો, જ્યાં મે 2022 માં કોર્ટ દ્વારા આદેશિત સર્વેક્ષણ દરમિયાન મસ્જિદના વુજૂ ખાનામાં કથિત રીતે શિવલિંગ મળી આવ્યું હતું. મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે હિન્દુ પક્ષની અરજી પર નોટિસ જાહેર કરી અને અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ વારાણસીની મેનેજમેન્ટ કમિટી પાસેથી 17 ડિસેમ્બર, 2024 સુધીમાં જવાબ માંગ્યો હતો. હિંદુ પક્ષની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સીલબંધ વિસ્તારની બહારનો વિસ્તાર, જ્યાં શિવલિંગ મળી આવ્યું હતું, તેનો સર્વે કરવામાં આવ્યો છે અને સુપ્રિમ કોર્ટે આ વિસ્તારના સર્વેક્ષણની મંજૂરી આપવા માટે પોતાના છેલ્લા આદેશને સંશોધિત કરવા વિનંતિ કરી છે,જ્યાંથી શિવલિંગ મળી આવ્યું.
તમામ કેસને એક સાથે લાવવા અંગે સુપ્રિમ કોર્ટની સહમતિ
સુપ્રિમ કોર્ટે મંદિર ઉપર મસ્જિદ નિર્માણના દાવા અંગે વારાણસીની નીચલી કોર્ટમાં પડતર તમામ કેસોને એકીકૃત કરવાની હિન્દુ પક્ષની અરજી સાથે આ કેસની સુનવણી કરવા સંમત થઇ હતી. બેન્ચે જણાવ્યું કે, આ કેસો નીચલી કોર્ટ જિલ્લા ન્યાયાધીશ સમક્ષ એક સાથે લાવવા વધું યોગ્ય રહેશે, જ્યાં મુખ્ય કેસ બાકી છે.
બેન્ચે જણાવ્યું હતું કે, સીલબંધ વિસ્તારના ASI સર્વેક્ષણ અને કેસો પર સ્થિરતા સહિત તમામ મુદ્દાઓ પર જેનો મુસ્લિમ પક્ષ દાવો કરે છે કે પૂજા સ્થળ અધિનિયમ 1991 હેઠળ પ્રતિબંધિત છે. કોર્ટ સાપ્તાહિક અથવા પખવાડિયાના ધોરણે સુનાવણી કરી શકે છે, ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી 17 ડિસેમ્બરે નક્કી કરી છે.
નોંધનીય છે કે, આ કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ સમિતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે હિન્દુ પક્ષ તરફથી વરીષ્ઠ વકીલ શ્યામ દિવાન અને વકીલ વિષ્ણુ શંકર જૈન હાજર રહ્યા હતા.
મુસ્લિમ પક્ષના વકીલે કોઈ વાંધો ન ઉઠાવ્યો
સુનાવણી દરમિયાન બેન્ચે અહમદીને હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, મુખ્ય કેસ અને અરજી બંનેને આગામી સુનાવણીમાં એકસાથે સૂચિબદ્ધ કરવામાં આવે. આ અંગે અહમદીએ કહ્યું કે, "જ્યાં સુધી ટ્રાન્સફરની અરજીનો સવાલ છે, મને કોઈ વાંધો નથી. જો તમામ કેસની સુનાવણી એક જ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કરવામાં આવે."
અહમદીએ કહ્યું કે, જ્યાં સુધી હાઈકોર્ટનો સવાલ છે, તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે, દેશના વિવિધ ભાગોમાં સમાન પ્રકૃતિના લગભગ 17 કેસ પેન્ડિંગ છે, અને સમાન મુદ્દાઓ સામે આવશે.
તે જ સમયે, જસ્ટિસ કાંતે આ કેસમાં કહ્યું કે, "અમે બધા કેસોને એક જ તારીખે સૂચિબદ્ધ કરી શકી છીએ અને કદાચ જો તમે બંને સંમત થાઓ, તો પહેલા તે મુદ્દાઓ પર સુનવણી કરી લઇએ. જેના પર તમે સહમત છો. આ મુદ્દાઓ પર એક પછી એક કરીને સુનવણી કરીશું અને પછી કદાચ આપણે તેને સાપ્તાહિક ધોરણે અથવા પખવાડિક ઘોરણે ચાલુ રાખી શકીએ છીએ.
અહમદીએ સૂચવ્યું કે, બીજી બાજુએ તમામ હસ્તક્ષેપ અરજીઓ અને પેન્ડિંગ સ્પેશિયલ લીવ પિટિશનની યાદી પ્રદાન કરવી જોઈએ અને તેના ભાગીદાર સાથે તેની આપ-લે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, અમે એવા કેસોની યાદી આપીશું જેને લિસ્ટ કરવાની જરૂર છે.
આગામી સુનાવણી 17 ડિસેમ્બરે થશે
જસ્ટિસ કાંતે કહ્યું કે, અહમદી અરજદાર વતી નોટિસ સ્વીકારે છે. આના પર 2 અઠવાડિયામાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી શકાય છે અને આ મામલો 17 ડિસેમ્બરે વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.
હિંદુ પક્ષના એડવોકેટ જૈન મારફત દાખલ કરેલી અરજીમાં ASIને તમામ સંભવિત મિલકતના સીલબંધ વિસ્તારનું તમામ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સર્વે કરવા અને સુપ્રીમ કોર્ટે આપેલા સમયની અંદર એક રિપોર્ટ સબમિટ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી.
અરજીમાં સુપ્રીમ કોર્ટને 11 નવેમ્બર, 2022 ના રોજ પસાર કરાયેલા તેના આદેશમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી હતી, જેમાં ASIને વિવાદિત મિલકતના સીલ કરેલ વિસ્તારમાં સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હિંદુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "એવું રજૂ કરવામાં આવ્યું છે કે, સીલબંધ વિસ્તારમાં મંદિર સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા અને સામગ્રી છે અને તે કેસના નિર્ણય માટે મહત્વપૂર્ણ પુરાવા છે. સંબંધિત ઇમારતનો ભાગ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે રીતે સંબંધિત બિલ્ડીંગના બાકીના વિસ્તારનો વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે તેવી જ રીતે ASI દ્વારા પણ સર્વે કરવો જરૂરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદના એક ભાગને 20 મે, 2022ના વચગાળાના આદેશ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ 11 નવેમ્બર, 2022ના આદેશ દ્વારા કરવામાં આવી હતી. તેથી ASI સીલ કરેલ વિસ્તારનો સર્વે કરી શકતો નથી.
આ પણ વાંચો: