વારાણસી : જ્ઞાનવાપી કેસ સંબંધિત શ્રૃંગાર ગૌરી કેસ અને મુખ્ય કેસની સુનાવણી વારાણસી ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલુ છે. મંગળવારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલા 1991ના મુખ્ય કેસની સુનાવણી થશે.
જ્ઞાનવાપી મૂળવાદ કેસ : 1991ના જ્ઞાનવાપી કેસમાં હરિહર પાંડે આ કેસમાં મુખ્ય વાદી તરીકે સામેલ હતા. પરંતુ અરજદાર હરિહર પાંડેનું અવસાન થયું છે. હવે તેમની દીકરીઓને પક્ષકાર બનાવવાની માંગણી કરવામાં આવી છે. કોર્ટમાં અપીલ દાખલ કરતી વખતે પુત્રીઓને તેમના પિતાના વારસા અને તેમના સપનાને પૂર્ણ કરવામાં ભાગીદારી આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલે આજે કોર્ટ સુનાવણી કરશે.
અરજદારની માંગ શું ? ભગવાન વિશ્વેશ્વરના 1991ના જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલા કેસની સુનાવણી સિવિલ જજ સિનિયર ડિવિઝન પ્રશાંત કુમારની કોર્ટમાં ચાલી રહી છે. હરિહર પાંડે આ કેસમાં મુખ્ય વાદી તરીકે સામેલ હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ હવે તેમની ત્રણ દીકરીઓ વતી તેમને આ કેસમાં પક્ષકાર બનાવવા માટે કોર્ટમાં વિનંતી કરવામાં આવી છે. વારાણસી ફાસ્ટટ્રેક કોર્ટે અરજદારને 5 દિવસનો સમય આપ્યો હતો. જેમાં તેઓ વાંધો દાખલ કરી શકતા હતા.
પક્ષકાર બનાવવા અંગે અરજી : આજે આ મામલે સુનાવણી થશે. કોર્ટે અરજી સ્વીકારી હતી. કોર્ટે બંને પક્ષોને કહ્યું હતું કે, અરજી પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે. ભગવાન વિશ્વેશ્વરના વકીલ વિજય શંકર રસ્તોગી વતી એફિડેવિટ સાથે અરજી સબમિટ કરીને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે આ કેસમાં નવા પક્ષોને સામેલ ન કરવા વિનંતી કરી હતી. જોકે વાંધો દાખલ થયા બાદ કોર્ટ પક્ષકાર બનાવવા અંગે પોતાનો નિર્ણય આપશે.